પાક.ની નફ્ફટાઇઃ કઠુઆમાં ફાયરિંગ,સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

0
17

શ્રીનગર,તા.૨૦
પાકિસ્તાન પોતાની અવળચંડાઈથી સુધરવાનું નામ નથી લેતું. ત્યારે આજે પણ પાકિસ્તાને જમ્મૂ-કશ્મીરમાં સીઝફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાને કઠુઆ સેક્ટરમાં ફાયરિંગ કરીને સીઝફાયરનો ભંગ કર્યો છે. તો પાકિસ્તાનના ફાયરિંગ બાદ ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે સીમા પારથી ઘૂસણખોરો ભારતીય સીમામાં ઘૂસણખોરી કરે છે ત્યારે પાકિસ્તાન દ્વારા સીઝફાયર કરીને ભારતીય સેનાનું ધ્યાન અન્ય દોરવામાં આવે છે. પરંતુ ભારતીય સેના દ્વારા હંમેશા પાકિસ્તાનની નાપાક કરતૂતને અસફળ બનાવી દેવામાં આવે છે.
જમ્મુ-કશ્મીરમાં રાજારી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. આ ચોથો દિવસ છે કે જ્યારે પાકિસ્તાને જમ્મુ-કશ્મીરમાં સીમા પર બનેલી પોસ્ટ પર ગોળીબારી કરી છે. ભારે ગોળીબારી થવાંને લઇને ડિસ્ટ્રીક્ટ કમિશ્નર રાજારીએ સીમાથી લગભગ પાંચ કિ.મીનાં અંતરે આવનાર તમામ સ્કૂલ આજનાં દિવસ માટે બંધ કરી દેવામાં આવેલ છે. સેના પાકિસ્તાનને સતત સીમા પર જડબાતોડ જવાબ આપી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY