IAS તરીકેના મારા ૧૦ વર્ષ જેલની સજા સમાન : શાહ ફૈસલ

0
6

કાશ્મીર મુદ્દો ઉકેલવો જાઇએ કારણ કે આ રાજકીય સમસ્યા છે
શ્રીનગર,તા.૫
પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈસલે આઇએએસની નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાની પ્રથમ સાર્વજનિક બેઠકમાં જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉકેલવા અંગે વાત કરવી જાઇએ કેમકે આ રાજકીય સમસ્યા છે. તેમણે પોતાના આઇએએસ અધિકારી તરીકેના કાર્યકાળને કારાવાસ તરીકે ગણાવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, મારા આઇએએસ અધિકારી તરીકેના કાર્યકાળમાં હું ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે વિકલ્પ હતો કે, હું દેશ છોડીને બહાર એક સારું જીવન ગુજારી શકું છુ, પરંતુ મેં દેશમાં જ રહીને અધિકારી અને પ્રજા વચ્ચેના અંતરને દૂર કરવાનો વિકલ્પ પસંદ કર્યો. હું હવે ગામે-ગામે ફરીને લોક સાથે રહીશ.
ફૈસલે જણાવ્યું હતું કે,મે આઇએએસ તરીકેના ૧૦ વર્ષ જેલમાં વિતાવ્યા સમાન છે. મેં ૧૦ વર્ષમાં લોકોની સેવા કરવાનો પ્રયત્ન કર્યો અને હું કેટલેક અંશે સફળ પણ રહ્યો. પરંતુ આ ૧૦ વર્ષમાં એક વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે પણ મારા મનમાં એક જ્વાળા ભડકી રહી હતી. જ્યારે હું લોકો સાથે થઇ રહેલા અન્યાયને જાતો હતો ત્યારે હું પોતાની જાતને અસહાય અનુભવતો હતો. તેમણે જણાવ્યું હતું કે, નેતાઓ પોતાની ખુરશી સાથે ચોંટી રહ્યા છે અને કાશ્મીરના લોકો પોતાના રાજકીય અધિકારો માટે બલિદાન આપી રહ્યા છે. વર્ષ ૨૦૦૯ના આઇએએસ ટોપર ફૈસલે ગત મહિને પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY