ન્યુ દિલ્હી,તા.૨૭
સુપ્રીમ કોર્ટે આજે લગ્નેતર સંબંધને લઈને મોટો ચુકાદો આપ્યો છે. અડલ્ટરી કાનૂનની કલમ ૪૯૭ને ગેરબંધારણીય જાહેર કરી છે અને એને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપાતાં ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના ઉદાહરણ આપ્યા અને કહ્યું કે આ દેશોમાં આવો કાનૂન નથી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ વિશ્વના અન્ય દેશોમાં લગ્નેતર સંબંધ અંગે કેવા કાયદા છે, તેની વિગત આ પ્રમાણે છેઃ
ભારત સિવાય એશિયાના ફક્ત ત્રણ દેશ દક્ષિણ કોરિયા, ફિલીપાઈન્સ અને તાઈવાનમાં લગ્નેતર સંબંધને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
દક્ષિણ કોરિયાએ ૨૦૧૫માં આ સંબંધને અપરાધની શ્રેણીમાં બહાર કરવાનો કાનૂન અમલમાં મૂક્યો
જાપાનમાં ૧૯૪૭માં આ સંબંધને અપરાધની શ્રેણીમાં બહાર કર્યો
ફિલીપાઈન્સમાં લગ્નેત્તર સંબંધ માટે ૪ થી ૬ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
સાઉદી અરબ, પાકિસ્તાન અને સોમાલિયા સહિતના મુસ્લિમ દેશમા લગ્નેતર સંબંધ અપરાધની શ્રેણીમાં છે, એટલું જ નહીં પરંતુ ત્યાં ગંભીર સજાની જોગવાઈ પણ છે.
સાઉદી અરબમાં પથ્થર મારી-મારીને મૃત્યુ આપવાની સજા છે.
પાકિસ્તાનમાં આવા સંબંધો બે કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે. ગંભીર અપરાધ માટે પથ્થરથી મારી-મારીને મોત કે પછી ૧૦૦ કોરડા જાહેરમાં ફટકારવામાં આવે છે. બીજી કેટેગરીમાં દસ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
સોમાલીયમાં પણ પથ્થરથી મારી-મારીને મોત આપવામાં આવે છે.
અફઘાનિસ્તાનમાં જાહેરમાં ૧૦૦ કોરડાં ફટકારવામાં આવે છે.
ઈજિપ્તમાં મહિલાઓને બે વર્ષની અને પુરુષોને છ મહિનાની જેલની સજાની જોગવાઈ છે.
ઈરાનમાં ફાંસીની સજા આપવામાં આવે છે.
તુર્કીમાં ૧૯૯૬માં લગ્નેતર સંબંધને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધા છે.
અમેરિકાના ૨૧ રાજ્યોમાં લગ્નેતર સંબંધ ગેરકાનૂની છે. ન્યૂયોર્ક સહિત કેટલાક રાજ્યમાં પતિ કે પત્ની દગો આપવા માટે સામાન્ય સજા છે. ઈદાહો, મૈસાચુસટ્સ, મિશિગન, ઓકલાહોમા અને વિસોકોસિન જેવા રાજ્યોમાં ગંભીર અપરાધ માનવામાં આવે છે અને જે અંતર્ગત આજીવન જેલની સજા સુધીની જાગવાઈ છે.
યુરોપ, દક્ષિણ અમેરિકન દેશો અને એશિયાના કેટલાક દેશ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં લગ્નેતર સંબંધને અપરાધ માનવામાં આવતા નથી.
હવે, આઈપીસીની કલમ ૪૯૭ અનુસાર કોઈ વિવાહિત પુરુષ કોઈ શાદીશુદા મહિલા સાથે એના પતિની મરજી વિના શારીરિક સંબંધ બનાવે છે, તો એને હવે ગુનો માનવામાં આવશે નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



