નેશનલ હાઈવે બંધ થતાં
શ્રીનગર,તા.૯
બરફવર્ષા અને વરસાદના કારણે જમ્મૂ-શ્રીનગર હાઈવે ચાર દિવસથી બંધ છે. નિયમીત ઉડાન પણ રદ કરવામાં આવી છે. આ સંજાગોમાં શુક્રવારે ગ્રેજ્યૂએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ એક્ઝામ (ગેટ)ના બીજા તબક્કામાં સામેલ થનારા શ્રીનગરના ૧૭૯ વિદ્યાર્થીઓને ખાસ વિમાનથી જમ્મૂથી દિલ્હી લાવવામાં આવ્યા છે. જ્યારે સાઉદી અરબથી ઉમરા કરીને પરત આવેલા ૧૮૦ યાત્રીઓને શ્રીનગર પહોંચાડવામાં આવ્યા છે.
રાજ્યપાલ સત્યપાલ મલિકે વાતને ધ્યાનમાં લઈને શ્રીનગર અને દિલ્હીમાં ફસાયેલા આવા લોકોને વૈકÂલ્પક સુવિધા કરી આપવાનો આદેશ આપ્યો છે. આ વિશે રાજ્ય સરકારે કેન્દ્રીય રક્ષા મંત્રાલય પાસે પણ મદદ માગી છે.
રાજ્ય સરકારના અનુરોધ પછી વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવા માટે વાયુસેનાનું ખાસ વિમાન શ્રીનગરથી જમ્મૂ લાવવામાં આવ્યું. ૧૮૦ યાત્રીઓને એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હીથી પણ મોકલવામાં આવ્યા.
મીડિયા રિપોર્ટ પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું છે કે, અન્ય વિદ્યાર્થીઓને બીજા તબક્કામાં લાવવાના હતા પરંતુ વાતાવરણ વધારે ખરાબ હોવાથી વિમાનને શ્રીનગરમાં ઉતારવાની મંજૂરી જ ન મળી શકી. હવે તે વિદ્યાર્થીઓને આજે એરલિફ્ટ કરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




