મુંબઈ,તા.૧૯
મલ્ટિપ્લેક્સ-થિયેટરમાં બહારના ખાદ્યપદાર્થને લીધે સુરક્ષા વ્યવસ્થા જાખમમાં મૂકાઇ શકે છે એવી એફિડેવિટ રાજ્યે બામ્બે હાઇ કોર્ટમાં અઠવાડિયા પહેલા જમા કરાવી હતી. હવે, મલ્ટિપ્લેક્સના આૅડિટોરિયમમાં ફિલ્મ સ્ક્રિનિંગ વખતે ખાદ્યપદાર્થ અને પીણાંઓની ડિલિવરી બંધ કરવા વિશે રાજ્યના ગૃહ વિભાગ ચર્ચા વિચારણા કરી રહી છે.
થિયેટરની અંદર થતા ખાદ્યપદાર્થ અને પીણાનું વેચાણ કરીને સરકારના નિયમોનો ઉલ્લંઘન કરનાર થિયેટરો વિરુદ્ધ કાર્યવાહી થવી જાઇએ એવી માગણી કરાઇ છે, એમ એક વકીલે જણાવ્યું હતું. ખાદ્યપદાર્થની ડિલિવરી માટે ગ્રાહકની સીટની બાજુમાં બટન રાખવામાં આવ્યા છે. આવા પ્રબળ ઉલ્લંઘન કરવા બદલ તેમના પર કાર્યવાહી થવી જાઇએ, એવી માગણી અમે પિટિશનમાં કરી છે.
સ્ક્રિનિંગ વખતે આૅડિટોરિયમમાં જઇને ખાદ્યપદાર્થનું વેચાણ થાય છે ત્યારે મલ્ટિપ્લેક્સ અને થિયેટરના નિયમોનું ઉલ્લઘંન થાય છે, એમ ગૃહ વિભાગના અધિકારીનું માનવું છે. મલ્ટિપ્લેક્સ અને થિયેટર માટે બનેલા સંબંધિત નિયમો પ્રમાણે ફિલ્મ સ્ક્રિનિંગ વખતે આૅડિટોરિયમમાં જઇને ગ્રાહકને સીટ પર જઇને ખાદ્યપદાર્થનું વેચાણ ન થવું જાઇએ.
મલ્ટિપ્લેક્સવાળા ‘કામ્બો આૅફર’માં ટિકિટ સાથે ફિલ્મ વખતે ગ્રાહકને સીટ પર જઇને ખાદ્યપદાર્થનું વેચાણ કરે છે. અનેક થિયેટરમાં સીટની બાજુમાં ફૂડ ડિલિવરી માટે આૅર્ડર આપવા માટે બટન બેસાડેલા હોય છે, ફિલ્મ ચાલુ હોય ત્યારે ફૂડ ડિલિવરીને કારણે ફિલ્મ જાતા બીજા લોકોને મુશ્કેલી થાય છે. કોર્ટના ચુકાદાની રાહ જાવાઇ રહી છે, એમ ગૃહ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




