પુલવામા હુમલોઃ આતંકી આદિલ અહેમદની પોલીસે છ વખત ધરપકડ કરી હતી

0
4

જાકે દર વખતે આદિલને કોઇ પણ આરોપ વગર છોડી દેવામાં આવતો
આતંકીઓએ અફઝલ ગુરુના મોતના દિવસે હુમલાને અંજામ આપવાનું કાવતરુ રચ્યુ હતું પરંતુ મોસમના કારણે શક્ય નહોતુ બન્યુ
શ્રીનગર,તા.૧૭
જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં થયેલ આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ-એ-મહોમ્મદ આતંકી આદિલ અહેમદ ડાર સપ્ટેમ્બર ૨૦૧૬થી માર્ચ ૨૦૧૮ દરમિયાન છ વખત પથ્થરમારામાં અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને મદદ કરવાના અરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જાકે દર વખતે આદિલ અહમદને કોઈ પણ આરોપ વગર છોડી દેવામાં આવ્યો હતો.
આઈબી અને પોલીસના અધિકારીઓએ આ વિશે મીડિયાને જણાવ્યું છે. પુલવામા જિલ્લાના ગુંડીબાગ ગામમાં રહેવાવાળા આદિલની બે વર્ષમાં છ વખત ધરપકડ કરવામાં આવી હતી. જે એ દર્શાવે છે કે આદિલ એક એવો શખ્સ હતો જેના પર સુરક્ષા એજન્સીઓને નજર રાખવાની જરૂર હતી. આનાથી આ સવાલ ઉભો થાય છે કે શું સુરક્ષા એજન્સીઓની ખામીના કારણે આદિલ એજન્સીઓની નજરથી બચવામાં સફળ રહ્યો.
જાકે બન્ને અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આદિલ પર ક્યારે ઔપચારિક આરોપ લાગાવવામાં અને ક્્યારે પણ એફઆઈઆર નોંધવામાં આવી નહોતી. તેમને કહ્યું કે આદિલ લશ્કર આતંકીઓને છૂપવવામાં મદદ કરતો હતો. ઉપરાંત તેઓ લશ્કરમાં જાડાવવા માટે તૈયાર એવા સ્થાનિક યુવકોની મદદ કરી મધ્યસ્થનું કામ પણ કરતો હતો. આદિલના પરિવારના આતંકવાદીઓ સાથે સંબંધ હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.
ઉપરાંત અધિકારીઓએ જણાવ્યું કે,‘એક ટોચના લશ્કર કમાંડર સાથે મંજૂરની મોત બાદ આદિલ તેના ઘરથી લાપતા થઈ ગયો હતો. આદિલ અને અન્ય સ્થાનિક યુવકોને પાકિસ્તાનના જૈશ કમાંડર ઓમર હાફિજે ટ્રેનિંગ આપી હતી. તેને કામરાન અને અબ્દુલ રાશિદના નામે પણ ઓળખવામાં આવે છે.’ જાકે આદિલ લશ્કર સાથે ન જાડાઈને જૈશ-એ-મોહમ્મદમાં જાડાયો હતો. કારણ કે ત્યાં સ્થાનિક લોકોને લશ્કરમાં સામેલ કરવાની કોઈ શર્ત નહોતી. જ્યારે લશ્કર-એ-તૈયબામાં આવી શરત હતી. અધિકારીઓ મુજબ જૈશે આ પહેલા ૯મી ફેબ્રુઆરીએ અફજલ ગુરૂના મોતના દિવસે આ હુમલાને અંજામ આપવાનું કાવતરું રચ્યું હતું પરંતુ ખરાબ મોસમના કારણે એવું ના થયું.
તમને બતાવી દઈએ કે આદિલે ૧૫૦ કિલોગ્રામ વિસ્ફોટક સાથે તેની કારથી જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે પર સીઆરપીએફની બસને ટક્કર મારી હતી. જેમાં ૪૦ જવાન શહીદ થયા છે. પુલવામાના પોલિસ અધિકારીએ જણાવ્યું કે આદિલે ૨૦૧૬માં એક ઓવર ગ્રાઉંડ વર્કરના રૂપે કામ કરવાનું શરૂ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY