ન્યુ દિલ્હી,તા.૨૬
મોદી સરકારની ઉજ્જવલા સ્કીમ હેઠળ મફતમાં ગેસ કનેક્શન અને ગેસ ચૂલ્હા આપવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધી દેશભરમાં ૨.૫ કરોડથી વધારે ગેસ કનેક્શન આપવામાં આવી ચૂક્યા છે, પરંતુ હજુ ઘણા રાજ્યોમાં એક નવી સમસ્યા આવી ગઇ છે. સમસ્યા એમ છે કે, કનેક્શન લીધા પછી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પોતાના ન્ઁય્ સિલિન્ડરને રિફિલ નથી કરાવી રહ્યા. આ સમસ્યાને છૂટકારો મેળવવા માટે સરકારે નવો રસ્તો અપનાવ્યો છે.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ ૧૪ કિલોના સિલેન્ડર જમા કરાવીને ૫ કિલોવાળું સિલેન્ડર લઇ શકે છે. આ માટે લાભાર્થીઓને કોઇ વધારે ચૂકવણી કરવાની જરૂર નથી. આ સાથે જ સ્કીમ હેઠળ પાંચ કિલોના સિલેન્ડર લેનારા લાભાર્થીઓને સબ્સિડીનો લાભ પણ મળશે.
પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા મોટા સિલેન્ડર પર હવે ઘરેલૂ ઉપભોક્તાઓ માટે ઓછી કિંમતમાં ૫ કિલોના ગેસ સિલેન્ડર સબ્સિડી પર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના કારણે ઉપભોક્તા નાના સિલેન્ડર સરળતાથી ભરાવીને ઉજ્જવલા હેઠળ મળેલા સિલેન્ડરનો ઉપયોગ કરી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





