શ્રીનગર,તા.૪
ભારત-પાકિસ્તાનમાં તણાવ વચ્ચે LoC પર પાકિસ્તાન વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાની સેનાએ એકવાર ફરી જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતા અખનૂર સેક્ટરમાં સોમવારે ભારે ગોળીબાર કર્યો.
પાકિસ્તાન સેનાએ સવારે ૩ઃ૩૦ વાગે ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો. જે બાદ સવારે ૬ઃ૩૦ ગોળીબાર રોકાયો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ ગત એક અઠવાડિયામાં ૬૦થી વધારે વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે.
ભારત તરફથી ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણા પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ સરહદ પારથી ગોળીબાર કરવાની ઘટનાઓમાં વધારો થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



