પુલવામામાં આતંકીઓનો સેના પર ગોળીબાર, ૧ જવાન શહીદ

0
15

શ્રીનગરતા.૧૩
દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સેનાના એક જવાનને ગોળી મારી હત્યા કરી દીધી છે. આ જવાનનું નામ આશિક અહેમદ નાયક છે. આશિક અહેમદ આ વર્ષે જુલાઈમાં જ જમ્મુ કાશ્મીર લાઈટ ઈફેક્ટ્રીમાં જવાન તરીકે ભરતી થયા હતા. અગાઉ તે જમ્મુ કાશ્મીર પોલીસમાં એસપીઓ તરીકે તૈનાત હતા.
આશિક અહેમદને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ડાક્ટરોના લાખ પ્રયત્નો બાદ પણ તેમને બચાવી શકાયા નહીં. આશિકના માથામાં આતંકીઓએ ગોળી મારી હતી. આશિક અહેમદની ઉંમર ૨૫ વર્ષ હતી. તે પુલવામાના ગાંચ પિંગલીનાના રહેવાસી હતા. સેના અને સ્પેશ્યલ આૅપરેશન ગ્રૂપ તરફથી તેમની હત્યા માટે જવાબદાર આતંકીઓની તપાસ માટે કાર્ડન એન્ડ સર્ચ ઓપરેશન લાન્ચ કરી દેવાયુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY