શ્રીનગર,તા.૨૪
પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પુંછ અને નૌશેરામાં રવિવારે ર્ન્ઝ્ર પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ પહેલાં શનિવારે પણ પાકિસ્તાને સીઝ ફાયર વાયોલેશન કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની એક ચોકી ઉડાવી દીધી હતી. સેનાએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં ધ્વસ્ત પાકિસ્તાની ચોકી નજરે આવે છે. અહીં પાકિસ્તાનનો ઊંધો ઝંડા ફરકી રહ્યો છે જે ગંભીર સંકટનો સંકેત છે. શનિવારે રાત્રે થયેલા ફાયરિંગમાં સેનાના જવાન હરિ વાકર શહીદ થયા હતા, તેઓ રાજસ્થાનના રહેવાસી હતા.
જમ્મુ કાશ્મીરના રાજારીમાં પાકિસ્તાને ગુરૂવારે ર્ન્ઝ્ર પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન સૈનિકોએ ભારતીય સરહદ પર ભારે ફાયરિંગ કર્યું હતું. જેમાં રાયફલ મેન યશપાલ (૨૪) શહીદ થઈ ગયા હતા. આ દિવસે આતંકીઓએ સોપોરમાં પોલીસ પાર્ટીને નિશાન બનાવીને ગ્રેનેડ પણ ફેંકિયા હતા. જેમાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિત ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયા હતા. વર્ષ ૨૦૧૮માં પાકિસ્તાન તરફથી ૨,૯૫૦ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું હતું જે છેલ્લાં ૧૫ વર્ષમાં સૌથી વધુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



