આદર્શ આચાર સંહિતાના અમલ સાથે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવામાં આવશે

0
12

સુરત લોકસભા બેઠકના ઓબ્ઝર્વર દ્વારા ચૂંટણી કાર્યની સમીક્ષા
સુરત, તા.૮

સુરત,શનિવારઃ લોકસભા સામાન્ય ચુંટણીમાં ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગ માટે નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર ડો.એન.મંજુલા(I.A.S.) તથા શ્રીમતી શાલિની પાંડે (I.D.E.S.)ના અધ્યક્ષસ્થાને આસીસ્ટન્ટ રીર્ટનિગ ઓફિસરો સાથે જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જનરલ ઓબ્ઝર્વર ડો.એન.મંજુલાએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણીપંચની ગાઇડલાઇન પ્રમાણે સુરત લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં અને આદર્શ આચાસંહિતાના ચુસ્ત અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયિક વાતાવરણ યોજાય તે જરૂરી છે.
જનરલ ઓબ્ઝર્વર શ્રીમતિ શાલીની પાંડેએ લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સુરત સંસદીય મત વિસ્તારના મતદારો ઉત્સાંહભેર ભાગ લે તેવા વાતાવરણના નિર્માણ કરવાની સાથે મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ આવે અને ચૂંટણીપંચના દિશાનિર્દેશનો ચુસ્તપણે અમલ થાય તે પ્રમાણે પરસ્પર સંકલન જાળવી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ચુંટણી અધિકારી ડો.ધવલ પટેલે જિલ્લા ચૂંટણીતંત્ર ધ્વાનરા આચારસંહિતાના ચુસ્ત. અમલીકરણ સાથે નિષ્પરક્ષ અને ન્યોયી રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ, સી-વીઝીલ એપ્સ પર મળતી ફરિયાદો, પોંલીગ બુથ, સખી મતદાન બુથ, દિવ્યાંગો માટેના બુથ, સ્ટેટેટીકસ ટીમો, પેઈડ ન્યુઝ તેમજ અન્ય કરવામાં આવેલી કામગીરીનું પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી. જનરલ ઓબઝર્વરશ્રીઓએ ચૂંટણીની વ્યરવસ્થા?ને સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની ઝીંણવટભરી માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સલાહ-સૂચનો આપ્યાવ હતા બેઠકમાં ૧૬ વિધાનસભાના એ.આર.ઓ.,જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તેમજ અન્ય ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY