બનિહાલમાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલાનો આરોપી પકડાયો

0
6

શ્રીનગર,તા.૧
શનિવારે જમ્મુ અને કાશ્મીરના બનિહાલમાં થયેલા ધમાકામાં મોટો ખુલાસો થયો છે. બનિહાલમાં પણ પુલવામાની જેમ CRPF કાફલા પર હુમલાની યોજના આતંકવાદીઓએ કરી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર, બનિહાલમાં CRPF જવાનોના કાફલામાં પર હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ હુમલો કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. આ મામલે રામબાણથી ઓવૈસ અહમદ મલિકની અટકાયત કરી છે.
ઓવૈસ અહમદ મલિકને જમ્મુ લઇ જવામાં આવ્યો છે. વિસ્ફોટ થયેલી કારમાંથી બે સિલિન્ડર અને કેટલોક આપત્તિજનક સામાન મળી આવ્યો હતો. તપાસમાં ખબર પડી હતી કે કાર પર જમ્મુ-કાશ્મીરની નંબર પ્લેટ લગાવવામાં આવી હતી પરંતુ તે નકલી હતી. કાર હરિયાણામાં રજીસ્ટર્ડ હોવાની માહિતી મળી હતી.
જે સમયે આ કારમાં બ્લાસ્ટ થયો સમયે ત્યાંથી CRPF ના કાફલાની ૬-૭ બસો પસાર થઇ રહી હતી. આ બસોમાં ૪૦ જવાનો સવાર હતા જે માંડ માંડ બચ્યા હતા. કારમાં બ્લાસ્ટ થયા બાદ CRPF ની બસને પણ નુકસાન પહોંચ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY