વૈષ્ણો દેવીની આરતી માટે બેગણી રકમ ચુકવતા શ્રદ્ધાળુઓ નારાજ

0
13

શ્રીનગર,તા.૨
વૈષ્ણી દેવીના પ્રાચીન ગુફાના પ્રાંગણમાં રોજ સવાર-સાંજે થતી દિવ્ય આરતીમાં સામલ થવા માટે હવે શ્રદ્ધાળુઓએ બેગણી રકમ ચૂકવવી પડશે. પહેલા આ અટકા આરતીમાં સામેલ થવા માટે પ્રત્યેક શ્રદ્ધાળુ ૧૦૦૦ રૂપિયા આપવા પડતા હતા. પરંતુ હવે શ્રદ્ધાળુઓને પહેલી એપ્રિલથી ૨૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. જેની જાહેરાત શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે કરી દીધી છે.
તેની સાથે જ મા વૈષ્ણો દેવીની પવિત્ર પિંડીઓની સમક્ષ થનારી દિવ્ય આરતીમાં સામેલ થવાનો દર પણ શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે વધારી દીધો છે. આરતીનો દર વધારવા પર શ્રદ્ધાળુઓએ નારાજગી પણ વ્યક્ત કરી. આ દરમિયાન દિલ્હીથી આવેલા કે કે કુમારે કહ્યું કે, અમે પણ આરતી કરી. પરંતુ રેટ વધારી દેવામાં આવ્યો છે. બોર્ડને તેની પર વિચારવું જાઈએ. બીજી તરફ, કાનપુરના વિકાસ મલ્હોત્રાએ કહ્યું કે એકદમથી બે ગણો દર વધારવો યોગ્ય નથી. પહેલાથી જ મોંઘવારી છે. આ ધર્મ સ્થાન છે. આવું ન થવું જોઈએ.
પંચ ધાર વૈષ્ણો દેવી આવેલા સોનૂ ઠાકુરે કહ્યું કે, ૩૧ માર્ચે અમને ખબર પડી કે આરતીનો રેટ વધારી દેવામાં આવ્યો છે. અમે સીઈઓ બોર્ડને મળીશું અને તેની પર વાત કરીશું. આવું નહીં થાય. અમે વિરોધ કરીશું પરંતુ પહેલા તેમને મળીને વાત કરીશું અને ઉકેલ શોધવા માટે પ્રયાસ કરીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY