સિડની,તા.૬
સિડનીમાં એક સ્ટ્રીટ ખાતે પાર્ક કરેલી કારમાંથી ભારતીય મૂળની ૩૨ વર્ષીય ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો છે. કારમાં મૂકવામાં આવેલી એક સુટકેસમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. ૩૨ વર્ષીય પ્રીથિ રેડ્ડી સિડનીના ગ્લેનબ્રૂક ડેન્ટલ સર્જરીમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. પ્રીથિ રવિવારે ગુમ થઈ ગઈ હતી. આ પહેલા તેણીએ તેના માતાપિતાને ફોન કર્યો હતો કે તેણી ઘરે આવી રહી છે. પ્રીથિ ગુમ થયા બાદ ઓસ્ટ્રેલિયન પોલીસે ડો. રેડ્ડીની કાર અને તેણીની તસવીર સોશિયલ મીડિયામાં વહેતી કરી હતી, જેનાથી તેની ભાળ મેળવી શકાય.
મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યે પોલીસે કિંગ્સફોર્ડ ખાતે એક કાર પાર્ક કરેલી જાઈ હતી. આ કારની તપાસ કરવામાં આવતા તેમાં રહેલી એક સુટકેસમાંથી પ્રીથિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રીથિએ રવિવારે સવારે ૧૧ વાગ્યે તેના પરિવાર સાથે વાતચીત કરી હતી અને પોતાના ઘરે આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે બાદમાં તેણીનો કોઈ પત્તો ન હતો.
રિપોટ્ર્સ પ્રમાણે ૩૨ વર્ષીય પ્રીથિ રેડ્ડીને છેલ્લે રવિવારે જ્યોર્જ સ્ટ્રીટ ખાતે મેકડોનાલ્ડની અંદર જાવામાં આવી હતી. પ્રીથિ રાત્રે સવા બે વાગ્યે મેકડોનાલ્ડ અંદર ફૂડ લઈને કોઈની રાહ જાઈને બેઠી હતી.
જાકે, અંતે ડો. રેડ્ડીનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલના આખો સ્ટાફ દુઃખી છે. હોસ્પિટલ તરફથી ડો. રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ તેના ફેસબુક એકાઉન્ટ પર મૂકવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



