રાયગઢ,તા.૬
પી.એન.બી. કૌભાંડનો આરોપી અને ભાગેડુ હીરા વ્યવસાયી નીરવ મોદીના રાયગઢ જીલ્લામાં અલીબાગ સ્થિત ગેરકાયદે બંગલાને ૮ માર્ચના રોજ તોડી પાડવામાં આવશે. પહેલા આ બંગલાને ૬ માર્ચના રોજ તોડવાનો હતો. પરંતુ હવે બંગલાને તોડવાનું કામ શુક્રવારે વહેલી સવારથી શરૂ થશે.
આ વિષે રાયગઢ જિલ્લા કલેક્ટર ડો. વિજય સૂર્યવંશીએ જાણકારી આપી છે. આ પહેલાં નીરવ મોદીના અલીબાગ સ્થિત બંગલાને તોડી નાખવાની કામગીરી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં રોકવામાં આવી હતી. તે સમયે બંગલો પાડવા માટે લાવવામાં આવેલ જેસીબી અને પોકલેન મશીન નિસફળ રહી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે બંગલાની મજબૂતાઈ સામે જેસીબી અને પોકલેન મશીન અસરકારક નથી. બીજી બાજુ બંગલાને તોડવા પહોંચેલ ટીમને અહીંથી કિંમતી સામાન પણ મળ્યો હતો.
કિંમતી વસ્તુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. હવે આ વસ્તુઓની હરાજી થશે. કિંમતી વસ્તુઓમાં ઝૂમર અને બાથરૂમમાં લગાવવામાં આવેલ શાવર વગેરેનો સમાવેશ થાય છે. બંગલાને ખાલી કરી તેને હવે કન્ટ્રોલ બ્લાસ્ટ દ્વારા પાડવાની તૈયારીઓ કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



