જીએસટી કાયદાથી વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ: મોદી

0
13

ન્યુ દિલ્હી,તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૫મી વખત દેશવાસીઓ સાથે ‘મનકી બાત’ કરી. આ મનકી બાતમાં મોદીએ કહ્યુ કે, ભારત-અફઘાનિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ યાદગાર રહી. ટીમ ઇન્ડીયાની અફઘાન ટીમની સાથેનો ફોટો સ્પોટ્‌ર્સમેન સ્પિરિટ દેખાડે છે. મોદીએ કÌšં કે જીએસટી એ પ્રામાણિકતાની જીત છે. હવે રિફંડથી લઇને રિટર્ન સુધી બધું ઓનલાઇન થઇ ગયું છે.
શ્યામા પ્રસાદ મુખરજીને યાદ કર્તા તેમણે કહ્યુ હતું કે, તેમણે હંમેશા અખંડ ભારતનું સપનું જાયું. વડાપ્રધાને જીએસટીને ફરી એકવાર દેશ માટે મહત્વપૂર્ણ સુધાર ગણાવ્યો હતો.
વડાપ્રધાને જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીને યાદ કરતા કહ્યુ હતું કે, ૨૩ જૂને દેશના સપૂત શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ હતી. તેમનું જીવન અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલું રહ્યુ, પરંતુ ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રે તેમણે ખુબ જ કામ કર્યુ. તે માત્ર ૩૩ વર્ષની ઉંમરે જ યૂનિવર્સિટીના વાઈસ ચાંચેલર બન્યાં. ભારતની ઔદ્યોગિક વિકાસનો માયો નાખવા માટે પણ ડાક્ટર શ્યામા પ્રસાદ મુખરજીને હંમેશા યાદ રાખવામાં આવશે.
જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીની રાષ્ટÙવાદની અવધારણા પર ચર્ચા કરતા કહ્યુ હતું કે, તેઓ અખંડ ભારતના પુરજાર સમર્થક હતાં. તેમણે દેશની અખંડતા માટે પોતાનો અવાજ બુલંદ કર્યો. તેમના પ્રયાસોના કારણે જ બંગાળનો એક ભાગ આજે ભારતનો અખંડ હિસ્સો બની રહ્યો. ૫૨ વર્ષની ઉંમરમાં તેમણે દેશની એકતા અને અખંડતા માટે પોતાનો જીવ પણ ત્યજી દીધો. આપણે બધાએ દેશના આ મહાપુરૂષને યાદ કરવા જાઈએ.
જીએસટીને ફરી એકવાર મોટો આર્થિક સુધારો ગણાવતા વડાપ્રધાને કÌšં હતું કે, આ કાયદાથી વચેટીયાઓની ભૂમિકા સપાપ્ત થઈ ગઈ છે. દેશના ઈમાનદાર લોકોમાં જીએસટીને લઈને ઉત્સાહ છે. મને દેશભરના લોકોના સંદેશ આ મહત્વપૂર્ણ ટેક્ષ સુધારને લઈને મળતા રહે છે. જીએસટીનું એક વર્ષ પુરૂ થતા તેમણે કÌšં હતું કે, એક દેશ એક ટેક્ષ એક સપનું હતું જે જીએસટીના કારણે સાકાર થયું.
યોગનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, રમત અને યોગ મારફતે આપણા જીવનને વિસ્તાર મળ્યો છે. તેમણે અફઘાનિસ્તાન અને ભારતીય ટીમ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચનો ઉલ્લેખ કરતા બંને ટીમોને શુભકામનાઓ આપી. તેમણે કહ્યુ હતું કે, અમદાવાદમાં દિવ્યાંગ મિત્રોએ શારીરીક મુશ્કેલીઓને બાજુ પર મુકી જ્યારે યોગ કર્યા એ દ્રષ્ય ખરેખર દિલને સ્પષ્ટ કરી જનારૂ હતું. સીમાડાની સુરક્ષા કરી રહેલા જવાનોને બિરદાવતા તેમણે કહ્યુ હતું, આપણી સેનાના જવાનોએ હિમાલયની ટોહ પર આવેલી નદીમાં પણ યોગ કર્યા.
૧ જુલાઈ ડાક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાને કાર્યક્રમમાં દેશના ડાક્ટરોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યુ કે, આપણી સંસ્કૃતિ જ માતાને દેવી માનવાની છે. માતા આપણને જન્મ આપે છે અને ઘણી વાર ડાક્ટર પુનર્જન્મ આપે છે. ડાક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY