વડોદરા,તા.૨
વિશ્વ વિખ્યાત એમ. એસ. યુનિવર્સિટીનો ૬૭મો પદવીદાન સમારોહ આગામી ૩૦ જાન્યુઆરીએ યોજવામાં આવશે. યુનિવર્સીટીમાં અલગ-અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં અંદાજે દસ હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહમાં ડિગ્રી આપવામાં આવશે.
સિન્ડીકેટની તાજેતરમાં મળેલી બેઠકમાં પદવીદાન સમારોહની તારીખ નક્કી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આગામી યુનિવર્સીટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં એમ.એસ.યુનિવર્સિટીના ભુતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં ભારતના એટોમિક એનર્જી કમિશનના ચેરમેન કે એન. વ્યાસને માનદ પદવી એનાયત કરવામાં આવશે.
આ માટે સેનેટની મંજૂરી લેવી જરુરી છે. જેના ભાગરુપે આગામી ૨૨ જાન્યુઆરીએ સેનેટની વિશેષ બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં આ અંગે ચર્ચા-વિચારણા, પદવીદાન સમારોહ અને અન્ય મહત્વના વહિવટી મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



