ભાજપને ૧૩ અને કોંગ્રેસને ૧૦ સભ્યોનું સમર્થન મળ્યું
જામનગર,તા.૫
જિલ્લાના સિક્કા નગરપાલિકામાં ચૂંટણી યોજાતા ભાજપની જીત થઈ છે. ત્યારે હવે સિક્કા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ભાજપના શિવપુર ગોસ્વામી ચૂંટાયા છે.
૨.૫ વર્ષનો સમયકાળ પૂર્ણ થતા સિક્કા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. નગરપાલિકાના ૨૮ સભ્યોમાંથી ૫ સભ્ય ગેરહાજર રહ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને ૧૩ સભ્ય અને કોંગ્રેસને ૧૦ સભ્યોનું સમર્થન મળ્યું હતું.
આ મામલે મળી રહેલા સમાચાર અનુસાર જામનગર જિલ્લાની સિક્કા નગરપાલિકામાં તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી નગરપાલિકાના પ્રમુખને ચૂંટાયાના પાંચ વર્ષ પૂર્ણ થતાં યોજાઇ હતી.
જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જામી પડી હતી. જો કે, ભારે રસાકસી યોજાયા બાદ ભાજપને ૫ સભ્યનું સમર્થન મળતા ભાજપને બહુમતી મળી હતી.
આપને જણાવી દઇએ કે,સિક્કા નગરપાલિકા ૨૮ સભ્યો ધરાવે છે અને જેમાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ૫ સભ્યો ગેરહાજર રહ્યા હતા જ્યારે હાજર રહેલ સભ્યોમાંથી ૧૩ સભ્યોએ ભાજપને મત આપ્યો હતો. તો આ તરફ ૧૦ સભ્યોનું સમર્થન કોંગ્રેસને મળતા ભગવો લહેરાયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




