અમદાવાદ,તા.૨૨
શહેર સહિત રાજ્યભરમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લેતાં નાગરિકોમાં શિયાળાના આગમનની પ્રતીક્ષા હતી. અગાઉના વર્ષમાં નવરાત્રૌત્સવ દરમ્યાન પણ વાતાવરણમાં ઠંડી જણાતી હતી, અલબત્ત, હવે ગ્લોબલ વોર્મિંગ ના કારણે ઋતુચક્રમાં અમુક અંશે ફેરફાર નોંધાયો છે, જાકે આજે સવારે અચાનક હવામાનમાં પલટો આવીને ઠંડક વર્તાઇ હતી.
શહેરીજનોએ રંગેચંગે નવરાત્રીને ઊજવ્યા બાદ શિયાળાની ઠંડી લોકોમાં ચર્ચાસ્પદ બની છે. ચોમાસા નિષ્ફળ નીવડ્યું હોઇ શિયાળો કેવી જમાવટ કરશે તેની લોકમુખે ચર્ચા ચાલી રહી છે.
જાકે આજે સવારથી શહેરનું વાતાવરણ શહેરનું તાપમાન ૧૮.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી ઓછું હતું. આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થઇને ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શકયતા છે.
દરમ્યાન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ૧૬.પ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતાં તે રાજ્યનું સૌથી વધુ ઠંડુંગાર શહેર બન્યું હતું. જ્યારે નલિયામાં ૧૭.૮, વડોદરામાં ર૦.૦, સુરતમાં રર.૪ અને રાજકોટમાં ર૦.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



