સ્મૃતિ ઇરાની એક દિવસની અમેઠીની મુલાકાતે
અમેઠી,તા.૪
અમેઠીની એક દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અમેઠી મુલાકાત અંગે મીડિયા સાથે વાત કરી હતી. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, ભાજપે અમેઠીમાં એટલો વિકાસ કર્યો છે કે જે પાંચ વર્ષમાં એક વખત જોવા મળતા હતા તેમને હવે વખતો વખત આવવું પડે છે.
તેમણે કહ્યું કે, અમારો વિકાસ દરેક બુથે બોલશે. પાંચ વર્ષે એક વખત જાવા મળતી વ્યક્તિને અમેઢીના લોકો સામે લાચાર થઇને અવારનવાર આવવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નતૃત્વમાં થયેલો વિકાસ બોલે છે. હું અમેઠીના લોકોની આભારી છું, તેમણે મને વચન પાળવાનો મોકો આપ્યો.
ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઇરાની અને રાહુલ ગાંધી બન્ને આજે અમેઠીની મુલાકાતે છે. સ્મૃતિ ઇરાનીએ નવા વર્ષની શરૂઆતમાં અમેઠીના લોકોને સીટી સ્કેન મશીનની ગિફ્ટ આપી છે. જ્યારે ત્રણ રાજ્યમાં વિજય બાદ રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્રમાં લોકો સાથે મુલાકાત કરવા અમેઠી પહોંચ્યા છે.
સ્મૃતિ ઇરાનીએ આજે બપોરે ગૌરીગંજમાં આવેલા જિલા હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ ધાબળા વિતરણ કાર્યક્મમાં હાજરી આપી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




