શિન્ઝો એબે ફરી સત્તા પક્ષના નેતા ચૂંટાયા, વધુ એક ટર્મ રહેશે પીએમ

0
10

ટોક્યો,તા.૨૦
જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે ગુરુવારે ફરી સત્તાધારી પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. આ સાથે, હવે તેઓ દેશમાં સૌથી લાંબા કાર્યકાળવાળા પ્રધાનમંત્રી બનશે અને સંવિધાનમાં સુધારો કરવાના તેમના સ્વપ્નને સાકાર કરી શકશે. જાપાનમાં પાર્ટી ચૂંટણીને ખૂબ મહત્વનું અપાઇ રહ્યું હતું.
નેતા પદ માટે યોજાયેલી દ્વિપક્ષી ચૂંટણીમાં ૬૩ વર્ષીય રૂઢિવાદી એબેને ૫૫૩ મત મળ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી અને પૂર્વ સંરક્ષણ મંત્રી શિગેરુ ઇશીબાને ૨૫૪ મત મળ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ એબેને ત્રણ વર્ષનો કાર્યકાળ મળ્યો છે. હવે તેઓ દેશમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવનાર વડાપ્રધાન બનશે.
એબે પહેલા આ રેકોર્ડ તારો કાત્સુરાના નામે હતો, જે ૧૯૦૧થી ૧૯૧૩ સુધી ત્રણ વાર દેશના વડાપ્રધાન બન્યા હતા. હવે આ સપ્તાહના અંતમાં એબે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બેઠક અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સાથેની શિખર બેઠક માટે ન્યૂયોર્ક જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY