વડાપ્રધાન મોદીને સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા

0
11

સિઓલ,તા.૨૨
વડાપ્રધાન મોદીને દક્ષિણ કોરિયાનાં પ્રવાસનાં બીજા જ દિવસે સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. મોદીએ પુરસ્કારમાં મળેલી ૧.૩૦ કરોડની રકમને નમામી ગંગે પ્રોજેક્ટને ભેટ આપવાની જાહેરાત કરી છે. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ૬ કરાર પર હસ્તાક્ષર કરાયા છે. મોદી સિયોલ શાંતિ પુરસ્કાર મેળવનારા ૧૪માં વ્યકિત છે. આ પુરસ્કાર ૧૯૮૮માં સિયોલ ઓલ્મિપકનાં સફળ આયોજન પછી શરૂ કરાયો છે.
સમ્માન મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ પુરસ્કાર આખા ભારતના વિકાસને દર્શાવે છે. તેની સાથે જ તેમણે નામ લીધા વગર પાકિસ્તાન પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છેકે માનવતામાં વિશ્વાસ ધરાવતા આતંકવાદને ખત્મ કરવામાં સહયોગ કરે.
પુરસ્કાર મળ્યા બાદ પીએમ મોદીએ તમામનો આભાર માન્યો અને કહ્યું કે આ એવોર્ડ દેખાડે છે કે ભારતે છેલ્લાં પાંચ વર્ષમાં કેટલો વિકાસ કર્યો છે. તેમણે આ પુરસ્કારને ભારતના લોકોને સમર્પિત કર્યો. વસુધૈવ કુંટુંબકમનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ ઍવાર્ડ દેખાડે છે કે આખી દુનિયા એક પરિવારની જેમ જ છે. પીએમ એ કહ્યુંકે આ ઍવાર્ડ એ ધરતીને જાય છે જ્યાં ભાગવત ગીતાનો સંદેશ મળ્યો અને હંમેશા શાંતિની વાત કરાઈ. ત્યારબાદ તેમણે એનડીએ સરકાર દ્વારા ચલાવામાં આવેલી નવી વિભિન્ન યોજનાઓના વખાણ કર્યા. તેમાં ડિજીટલ ઈન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, આયુષ્યમાન ભારત વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.
પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને વૈશ્વિક સ્તર પર ઘેરી રહેલા પીએમ મોદીએ સિઓલમાં પણ પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો. તેમણે નામ લીધા વગર જ કહ્યું કે ભારત છેલ્લાં ચાલીસ વર્ષથી બોર્ડર પારથી થઇ રહેલા આતંકી ષડયંત્રનો શિકાર બની રહ્યું છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે માનવતામાં વિશ્વાસ ધરાવનાર એક સાથે મળી આતંકવાદ અને તેમના સપોર્ટ કરનારાઓને ખત્મ કરે. અહીં તેમણે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિના વખાણ કરાતં કહ્યું કે તેમણે સમજદારી દેખાડતા નોર્થ કોરિયાની સાથે વાતચીત કરીને સંબંધ સારા કર્યા.
પીએમ મોદીને આ પુરસ્કારની સાથે લગભગ ૧ કરોડ ૩૦ લાખ રૂપિયા પણ મળ્યા હતા, જેને તેમણે ગંગાને સાફ કરવા માટે ચાલતા પ્રોજેક્ટ ‘નમામી ગંગે’ને આપવાની જાહેરાત કરી. પીએમે આગળ કહ્યું કે મને ખુશી છે કે આ પુરસ્કાર આ વર્ષે મળ્યો જ્યારે અમે લોકો મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી મનાવી રહ્યા છીએ.
સાઉથ કોરિયા ૧૯૯૦થી આ પુરસ્કારથી લોકોને નવાજી રહ્યું છે. દર બે વર્ષમાં આ પુરસ્કાર અપાય છે. સાઉથ કોરિયા સદ્ભાવ અને દોસ્તી વધારનાર લોકોને તેનાથી નવાજે છે. આપને જણાવી દઇએ કે મોદી પહેલાં સંયુકત રાષ્ટ્રના પહેલાં અશ્વેત મહાસચિવ કોફી અન્નાન , સંયુકત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂન, જર્મનીના ચાંસેલર એન્જેલા મર્કેલ વગેરે પણ આ પુરસ્કાર મળી ચૂકયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY