નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્યપર્વની આન-બાન-શાન સાથે થયેલી ભવ્ય ઉજવણી

0
12

રાજપીપલા મુખ્યમથકે જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના હસ્તે થયેલું જિલ્લાકક્ષાનું ધ્વજવંદન : નાંદોદ તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક એનાયત

રાજપીપળા: રાષ્ટ્રના ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતેના ગ્રાઉન્ડમાં યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ રાષ્ટ્ર ધ્વજને લહેરાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ નિનામાએ જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાથે પોલીસની ખૂલ્લી જીપમાં દેશભક્તિના ગીતો અને પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડઝ વગેરે જેવી પ્લાટુનોની પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. રાજપીપલા ખાતે ખીચોખીચ વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં નિનામાએ રાજપીપલાના નગરવાસીઓ-નર્મદા જિલ્લાવાસીઓ સહિત ગુજરાતની ગૌરવવંતી પ્રજાને સ્વાતંત્ર્ય પર્વના વધામણા સાથે આઝાદી દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ઉપસ્થિત મહાનુભાવોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ વિશાળ સંખ્યામાં ઉમટેલી માનવમેદનીએ સંબોધતાં જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષોએ તેમના જીવનની આપેલી આહુતિ અને યોગદાન ભારતના ઇતિહાસમાં અમર રહેશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના હસ્તે નાંદોદ તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક નાંદોદ મામલતદાર શેખને એનાયત કરાયો હતો. તદ્ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કૃત, SSC ની બોર્ડની જાહેર પરીક્ષામાં ઉંચુ પરિણામ ધરાવતી શાળાઓ, શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો, ૧૦૮ ઇમરજન્સી સેવામાં શ્રેષ્ઠઠ કામગીરીી માટે તેમજ ખેલકૂદ ક્ષેત્રે વિશિષ્ઠ સિધ્ધિ હાંસલ કરનાર તેજસ્વી પ્રતિભાઓ, પોલીસ, ચિલ્ડ્રન હોમ, માહિતી વિભાગ, બેન્ક, ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગમાં વિશિષ્ઠ સેવાઓ થકી નોંધપાત્ર યોગદાન આપનાર કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું.

કાર્યક્રમ માં જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા, નાંદોદનાં ધારાસભ્ય પી.ડી. વસાવા, પૂર્વ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી શબ્દશરણભાઇ તડવી, રાજવી પરિવારના રઘુવીરસિંહજી ગોહિલ, શ્રીમતી રૂકમણીદેવી ગોહિલ, માનવેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નાયબ વન સંરક્ષક ડૉ. કે. શશીકુમાર, જિલ્લા કલેક્ટરના ધર્મપત્નિ શ્રીમતી મીનાબેન નિનામા, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ, રમણસિંહ રાઠોડ, ગજેન્દ્રસિંહ જાડેજા, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, પ્રાયોજના વહિવ્ટદાર આર.વી. બારીયા સહિત જિલ્લા વહિવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો સહિત અન્ય પદાધિકારીઓ, શહેર-જિલ્લાના અગ્રણીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, શાળાના બાળકો, નગરજનો-જિલ્લાવાસીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY