મોદીએ ૨૦ વર્ષથી કિયારેય રજા નથી લીધી, રાહુલ દર ૨-૩ મહિને રજા પર કોણ જાણે કિયા જતા રહે છે,પઠાનકોટ અને પુલવામાનો બદલો ઘરમાં ઘૂસીને લીધો
સીતામઢી,તા.૨૮
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પાકિસ્તાન તરફથી આવતી ગોળીઓનો જવાબ ગોળાથી આપવામાં આવશે. વોટબેંક માટે ભાજપની સરકાર દેશની સુરક્ષા સાથે કિયારેય રમત નહીં રમે. દેશને સુરક્ષિત કરવાનું કામ મોદી સરકારે કર્યુ છે. શાહે વધુમાં કહ્યું કે એર સ્ટ્રાઈક પછી બે જગ્યાએ માતમ હતો. પહેલો માતમ પાકિસ્તાનમાં અને બીજા માતમ કોંગ્રેસ-ઇત્નડ્ઢની ઓફિસોમાં. રાહુલ ગાંધી અને લાલુ-રાબડીના ચેહરા પર ઉદાસી જાવા મળતી હતી. શાહ રવિવારે ત્નડ્ઢેં ઉમેદવાર સુનીલકુમાર પિન્ટુના પક્ષમાં સીતામઢીથી ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યાં હતા.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, “કોંગ્રેસની સરકારમાં પાકિસ્તાનમાંથી આતંકીઓ ઘૂસતા હતા અને જવાનોના માથા કાપીને લઈ જતા હતા. સરકારે કોઈ જ કાર્યવાહી ન કરી. અમારી સરકારમાં પાકિસ્તાને પઠાનકોટ અને પુલવામામાં હુમલો કર્યો તો અમે દુશ્મનના ઘરમાં ઘૂસીને તેમને પાઠ ભણાવ્યો. સર્જિકલ અને એર સ્ટ્રાઈકથી જવાનોની શહાદતનો બદલો લીધો. પહેલાં બે જ દેશ અમેરિકા અને ઇઝરાયલ પોતાના જવાનોની શહાદતનો બદલો લેતા હતા, હવે આ લિસ્ટમાં ભારતનું નામ પણ જોડાય ગયું છે.”
શાહે કહ્યું કે ચૂંટણીને કારણે દેશભરમાં ફરી રહ્યો છું. પૂર્વ હોય કે પશ્ચિમ, ઉત્તર હોય કે દક્ષિણ દરેક બાજુ મોદી મોદીની ગુંજ સંભળાય છે. પ્રજાએ મોદીને બીજી વખત વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ લીધો છે. લોકો કારણ વગર નારા નથી લગાવતા, મોદીએ ૫ વર્ષમાં એટલો વિકાસ કર્યો છે કે જેની રાહ દેશ ૭૦ વર્ષથી જોઈ રહ્યો હતો. દેશ એક એવા નેતાની રાહ જાતો હતો જે પોતાના માટે નહીં, પણ દેશ માટે જીવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



