વાશિંગ્ટન,તા.૧૧
લાંબા સમયથી જે લોકોને સિગારેટ પીવાની આદત હોય અથવા તો અન્ય કોઇ પણ કારણસર ફેફસાંની કાર્યક્ષમતા ઘટવા લાગી હોવાની ક્રોનિક આૅબ્સ્ટ્રેક્ટિવ પલ્મનરી ડીસીઝ (COPD) થયો હોય તો તેમને શ્વાસ અંદર લેવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જ રહે છે. આ સમસ્યા ધીમી પાડી શકાય છે, પરંતુ સંપૂર્ણપણે મટાડી શકાતી નથી.
તાજેતરમાં અમેરિકાના નિષ્ણાતોએ ખાસ સ્ટેમસેલ થેરપી શોધી છે, જે સ્મોકિંગ કરવાના કારણે થયેલી COPDની સમસ્યામાં અસરકારક બની શકે છે. પ્લેરિક્સેફર નામની દવા લેવાથી અસ્થિમજ્જામાંથી વધુ માત્રામાં ખાસ સ્ટેમસેલ્સ પેદા થાય છે. આ દવાથી લોહીના કેટલાક કેન્સરની સારવાર પણ થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




