ફોલોઅર્સ વધારવાની લહાયમાં યુવાને જે તે હેકર કે વ્યક્તિને પોતાની અંગત માહિતી આપી દે છે
સોશિયલ મીડિયાનો વધી રહેલો ઉપયોગ યુવાનો માટે ખતરા સમાન બની ગયો છે. ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામમાં પોતાના ફોલોઅર્સ વધારવા માટે અને પોતે પોપ્યુલર હોવાનું બતાવવાની દોડમાં કેટલાક યુવાનો સાયબર ક્રાઇમ કરી બેસે છે તો કેટલાક યુવાનો અન્યની જાળમાં ફસાઇ જઇને બ્લેકમેલનો કે છેતરપિંડીનો પણ ભોગ બની રહ્યા છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં પાંચથી વધુ ગુનો નોંધાયા છે. ફોલોઅર્સ વધારવાની લહાયમાં યુવાને જે તે હેકર કે વ્યક્તિને પોતાની અંગત માહિતી આપી દે છે. પણ બાદમાં તેમની જ અંગત માહિતીનો દુરઉપયોગ કરીને સાયબર ક્રાઇમ આચરનાર તેમને જ મુશ્કેલીમાં મૂકી દેતા હોવાના કિસ્સાઓ સુરતમાં નોંધાય રહ્યા છે.
પોતાને ફેસમ બતાવવા માટે પોતાની આઇડી ઉપર કરેલી પોસ્ટને પર પણ ફેક લાઇકો મેળવી આનંદ લઇ રહ્યા છે. તો બીજી તરફ ફેક ફોલોઅર્સ પણ ઉભા કરીને યુવાનો પોતે પોપ્યુલર હોવાનું બતાવાની કોશિષ કરતા રહે છે. આ ફેક લાઇક, ફેક ફોલોઅર્સ અને સોફ્ટવેરની મદદથી પોતાના ફોટોને સુંદર બનાવી પોસ્ટ કરનારા યુવાનોમાંથી ઘણા યુવાનો યુવતીઓને ફસાવવા માટેની માનસિકતા ધરાવતા હોય છે. યુવતીને ફેસબુક ફ્રેન્ડ બનાવ્યા બાદ તેના ફોટો મેળવી લઇને બાદમાં બ્લેકમેઇલ કરતા હોવાના ગુના પણ બની રહ્યા છે.
500માં ફેક ફોલોઅર્સ અને 10 હજારમાં આઇડી વેચાય છે
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં લાઇક ફોલોઅર્સ વધારવા માટે યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે. બીજી તરફ કેટલાક લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. આવો યુવાનો નવી આઇડી ધરાવતા કે ઓછા ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટ હોલ્ડરને સંપર્ક કરી છે. અને તેમને રૂ.200થી 500માં ફેક લાઇક, ફેક ફોલોઅર્સ વધારી આપે છે. તો વધુ ફોલોઅર્સ ધરાવતા કેટલાક પોતાની આઇડી જ વેચી કાઢે છે. આ આઇડીના રૂ.10 હજાર સુધી વસુલવામાં આવે છે. જ્યારે આઇડી ખરીદનાર થોડા સમય બાદ તેને પોતાની આઇડીમાં ફેરવી નાખે છે. જેથી તેને મોટી સંખ્યામાં ફોલોઅર્સ મળી રહે છે. આમ લોકો અમુક વાર મોડેલ કે અન્યને ભેરવવા માટે સોશિયલ મીડીયાનો દુરુપયોગ કરી નાખે છે.
અંગત માહિતી આપીને જાતે જોખમમાં મૂકાઇ છે
ફેક લાઇક અને ફેક ફોલોએર્સ વધારવા માટે ઉત્સાહમાં આવી જઇને જે તે વ્યક્તિ પોતાની અંગત માહિતીઓ અજાણી વ્યક્તિને આપી દેતા હોય છે. આ માહિતીના આધારે જો કોઇ ક્રાઇમ કરવા માંગે તો તેમાં છેડછાડ કરીને બીજી આઇડી પણ બનાવી શકે છે. આવી આઇડીના આધારે અન્ય ફોલોઅર્સને પાસેથી કોઇ ક્રાઇમ કરવામાં આવે તો મૂળ વ્યક્તિ જ મુશકેલીમાં મૂકાઇ જાય છે.
યુવતીઓ ફેસબુક પર સૌથી વધુ ટાર્ગેટ બને છે
ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવનારા મોટા ભાગના યુવાનો યુવતીઓને ટાર્ગેટ બનાવતા હોય છે. તે સુંદર દેખાતા ફોટો અપલોડ કરતા હોય છે. અને યુવતીઓને જ ફ્રેન્ડ બનાવતા હોય છે. ફેસબુક પર મીઠી વાતો કરીને યુવતીને કેટલાક ફોટો મેળવી લે છે. ત્યારબાદ આ ફોટોના આધારે યુવતીને બ્લેકમેલ કરતા હોય છે તેમજ શારીરક શોષણ પણ કરતા હોવાના કિસ્સા બહાર આવે છે.
ગૃપમાં આવીને તમારા ફ્રેન્ડને ટાર્ગેટ બનાવે છે
સાયબર ક્રાઇમ આચરવા માંગતા તત્વો તેમના તમારા ગૃપમાં પ્રવેશ્યા બાદ પર્સનલ ગૃપમાં પ્રેવેશે છે. ત્યારબાદ તેમારા જ કોઇ ફ્રેન્ડને ટાર્ગેટ બનાવી તેની સાથે મિત્રતા કેળવે છે. બાદમાં પોતાનો મનસુબો પાર પાડવા માટે ઇમોશનલી વાતો કરી ને ફ્રેન્ડસ પાસેથી બિઝનેશના નામે પૈસા પડાવે છે.
મોડેલ બનવા ફોલોઅર્સ વધારવા પ્રયાસ થાય છે
ફિલ્મ, સિરિયલ અને મોડેલિંગના ક્ષેત્રમાં જવા માટે યુવાનો થનગની રહ્યા છે. જેના કારણે યુવાનો પોતાના પ્રોફાઈલ ફોટો મોડેલ જેવો બનાવી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મૂકતા હોય છે. મોડેલ માટેની ઓપરચ્યુનિટી માટે ફેસબુક પર પણ ઓછામાં ઓછા 50 હજાર ફોલોઅર્સને કંપનીઓ ધ્યાને રાખતી હોય છે. જેથી લોકો યુવાનો પોતાના ફોલોઅર્સ વધારે હોવાનું બતાવવા માટે ફેક ફોલોઅર્સ ખરીદે છે.
ફેસબુક ફ્રેન્ડસને અંગત માહિતી આપવી ન જોઈએ
ફેસબુક ફ્રેન્ડ બનનાર વ્યક્તિ કોઇ છે તે અંગે આપણને જાણ હોતી નથી. જેથી આવા ફ્રેન્ડને પોતાની અંગત માહિતી આપવામાં આવે તો તેનો દુરઉપયોગ થઇ શકે છે. અને ક્યારેક મોટુ નુકશાન પણ બોગવવું પડે છે.
![]()
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





