આ વર્ષનુ છેલ્લુ સૂર્યગ્રહણ ૧૧ આૅગષ્ટે થશે,ત્રણ રાશિયો માટે ગ્રહણ ભારે

0
42

૧૦ આૅગસ્ટની રાત્રે ૧૨ વાગ્યા પછી એક વાગીને ૩૨ મિનિટે શરુ થશે
ન્યુ દિલ્હી,તા.૮
ખગોલીય ઘટનાઓના વૈજ્ઞાનિક આધારની સાથે સાથે આ ઘટનાઓની જ્યોતિષીય ગણનાઓ પર પણ અસર પડે છે. આ વર્ષનુ છેલ્લુ સૂર્ય ગ્રહણ ૧૧ ઓગસ્ટના થશે. જ્યારે આ પહેલા ૧૫ ફેબ્રુઆરી એને ૧૩ જુલાઇના રોજ સૂર્યગ્રહણ હતું. ઘણા જ્યોતિષીઓનું માનવું છે કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ઘણી રાશિયો માટે યોગ્ય નથી.
૧૧ ઓગસ્ટ શનિવારના રોજ આ સૂર્યગ્રહણ બપોરે ૧ વાગીને ૩૨ મિનિટે શરૂ થશે. ગ્રહણનુ સૂતક કાલ ૧૦ ઓગસ્ટની રાત્રે ૧૨ વાગ્યા પછી એક વાગીને ૩૨ મિનિટે શરૂ થશે. ગ્રહણ ૧૧ ઓગસ્ટના રોજ સાંજે ૫ વાગ્યે પૂર્ણ થશે. વર્ષનુ છેલ્લુ સૂર્યગ્રહણ ભારતમાં નહિં દેખાય. પંરતુ ભારતના પાડોશી દેશ ચીન સિવાય નોર્થ એમેરીકા, નોર્થ પશ્ચિમ એશિયા, સાઉથ કોરીયા એને મોસ્કોમાં જોવા મળી શકે છે.
પાછલા સૂર્યગ્રહણની જેમ આ ગ્રહણ પણ આંશિક હશે. આ ગ્રહણ કર્ક રાશિમાં થવા જઇ રહ્યું છે, જે ૪ રાશિયો મેષ, મકર, તુલા અને કુંભ રાશિ માટે ફાયદાકારક રહેશે. કર્ક રાશિમાં ગ્રહણ હોવાથી કર્ક રાશિ સિવાય, મિથુન અને સિંહ રાશિના જાતકો માટે પણ આ ગ્રહણ શુભ નથી. આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવુ જાઇએ અને ધન ખર્ચને લઇને વિશેષ ધ્યાન રાખવું જાઇએ.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની જેમ આવતા વર્ષે પણ ૩ સૂર્યગ્રહણ થશે, પહેલુ ગ્રહણ ૬ જાન્યુઆરી, બીજુ ૨ જુલાઈ અને ત્રીજુ ૨૬ ઓગસ્તના થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY