વેરાવળ-તાલાળા રાજ્યધોરી માર્ગને પહોળો કરવાનાં કાર્યનું ખાતમુહૂર્ત અને સરકારી આવાસોનાં લોકાર્પણ સંપન્ન
વેરાવળ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનાં હસ્તે રૂા. ૭૫ કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન
ગીર-સોમનાથ : સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં આજે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે પુજાવિધી કરી રૂા. ૭૫ કરોડનાં ખર્ચે જુદા-જુદા ત્રણ વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત / લોકાર્પણ કર્યું હતું.
ભગવાનશ્રી સોમનાથની પવિત્ર ભુમિ પર પ્રભાસ-પાટણ ખાતે રૂા. ૨૧ કરોડનાં ખર્ચે નિર્માણ થનાર અતિ આધુનિક અતિથિગૃહ તથા વેરાવળ-તાલાળા રાજ્ય ધોરીમાર્ગનાં ૨૩ કિ.મી. રસ્તાને રૂા. ૨૭ કરોડનાં ખર્ચે ૧૦ મીટર પહોળો કરવાનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ સરકારી અધિકારી/કર્મચારીઓ માટે રૂા. ૨૭ કરોડનાં ખર્ચે નવનિર્મિત ૯૫ આવાસોનું લોકાર્પણ એમ કુલ ત્રણ રૂા. ૭૫ કરોડનાં માળખાગત વિકાસકામોનું લોકાપર્ણ/ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કરી કહ્યું કે, દેશ-દુનિયાનાં પ્રવાસીઓ દરવર્ષે સોમનાથ દાદાનાં દર્શને આવી ધન્યતા અનુભવે છે. સગવડ, સુવિધા અને લોકોની સલામતી માટે સરકાર કટિબધ્ધ છે. આજે વિકાસનાં ત્રણ કામોનું ભુમિપૂજન અને લોકાર્પણ કરતા તેનો સીધો લાભ સ્થાનિકો અને પ્રવાસીઓને મળશે. રાજ્ય સરકાર દરવર્ષે માળખાગત સુવિધાઓ ઉભી કરવા ૯ હજાર કરોડથી વધુની રકમ ફાળવી લોકોની વિશેષ સવલતો આપવા પ્રતિબધ્ધ છે.નીતીનભાઇ પટેલે વિશેષ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, અગાઉ ત્રિવેણી સંગમનો પાળો બાંધવાનું કાર્ય કરી મીઠા પાણીનો સંગ્રહ થયો છે. જેનો સીધો લાભ અહિંના લોકોને મળી રહ્યો છે. ગીર-સોમનાથ અને દ્વારકા જિલ્લાનાં દરીયા પટ્ટીનાં વિસ્તારમાં રોડ-રસ્તાનાં કાર્યોને વેગ આપવામાં આવેલ છે. વેરાવળ-તાલાળા રોડને રૂા. ૨૭ કરોડનાં ખર્ચે પહોળો કરી પ્રવાસીઓની પરિવહન સુવિધામાં વધારો કરાશે. તેમજ સરકારી અધિકારીઓ-કર્મચારીઓને રહેવાની સારી સુવિધા મળી રહે તે માટે ૯૫ સરકારી આવાસોનું લોકાર્પણ કર્યું હતું.વધુમાં ઉમેર્યું કે, લોકોની આવક વધે તે માટે સરકારે અથાક પ્રયાસો કર્યા છે. સરકારે ૨૦ કિલો મગફળી રૂા. ૧૦૦૦ ટેકાનાં ભાવે રકમ ચુકવશે. સરકારે ૧૨૨ સેન્ટરો પર મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ કરી ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીનાં નાણાં ટુંક સમયમાં તેમનાં ખાતામાં સીધા જમા થશે.
સરકારે ગરીબો માટે આવાસો, આંગણવાડી, હોસ્પિટલ, રોડ-રસ્તા જેવી અનેકવિધ સુવિધા આપી છે.અહિંના માચ્છીમારોએ સબસીડી માટે કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઇ આશરે ૩૫ કરોડ જેટલી સબસીડીની રકમ પણ મંજૂર કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ સોમનાથ મંદીરે સોમનાથ દાદાને શીશ જુકાવી પુજા-અર્ચના કરી હતી. તેમણે સોમનાથ પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી પણ અર્પણ કરી હતી.
સાંસદ ચુનીભાઇ ગોહેલે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ગીર-સોમનાથ જિલ્લાને હર હંમેશ સહકાર આપી રોડ-રસ્તાનાં જુદા-જુદા કાર્યો ખુબ ટુંકા સમયમાં જ મંજુર કરી વિકાસ વેગવંતો કર્યો છે. સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગીર-સોમનાથ જિલ્લાનાં વિકાસને વેગ આપવા અનેકવિધ વિકાસકાર્યો કર્યા છે. તેમણે ગીર-સોમનાથનાં વિકાસકાર્યો માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલંધરા, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, પ્રવાસન નિગમનાં ડિરેકટર ઝવેરીભાઇ ઠકરાર, ગુજરાત રાજ્ય મેરીટાઇમ બોર્ડનાં ડિરેકટર કિશોરભાઇ કુહાડા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, પુર્વ સાંસદ દિનુભાઇ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, માધાભાઇ બોરીચા, સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન દીલીપભાઇ બારડ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અગ્રણી પ્રવિણ રૂપારેલીયા, લખમભાઇ ભેંસલા, વિજય પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
શાબ્દીક સ્વાગત મુખ્ય ઇજનેર એન.કે.પટેલે કર્યું હતું. ખોડીયાર રાસ મંડળની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન યોગેશભાઇ જોષીએ કર્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







