સુપ્રિમએ ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી લડવાની અરજી ફગાવી

0
6

સુપ્રીમના આદેશથી વિપક્ષને લાગશે ઝટકો
ન્યુ દિલ્હી,તા.૨૨
સુપ્રીમ કોર્ટ મતદાન માટે ઇવીએમ મશીનનો વિરોધ કરનાર લોકોને એક મોટો ઝટકો આપતા આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી માટે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની અરજી ફગાવી દીધી છે. દેશની સૌથી મોટી કોર્ટમાં ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાનની અરજી પર સુનાવણી કરતા મુખ્ય જસ્ટિસ રંજન ગોગોઇએ જણાવ્યું કે દરેક મશીનમાં દુરુપયોગની સંભાવના હોય છે અને સિસ્ટમ પર સંદેહ કરી શકાય છે. તેમણે ચૂંટણીમાં મતદાન માટે બેલેટ પેપરના ઉપયોગની અરજીને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટમાં આગામી ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં ઇવીએમની જગ્યાએ બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવાના સંબંધે આદેશમાં ચૂંટણી આયોગને જવાબ રજૂ કરવા માટે માટે અરજી દાખલ કરવામાં આવી હતી. દેશના અનેક રાજકીય પક્ષોએ ઇવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
ગત વર્ષે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામો આવ્યા પછી બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ઈફસ્ પર પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પક્ષમાં છેડછાડ કરી વોટ આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એપ્રિલ ૨૦૧૭માં દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ઈવીએમની જગ્યાએ મતપત્રોના ઉપયોગની માંગ કરી હતી. ત્યારબાદ ઘણા પક્ષોએ ઇવીએમ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY