સોમનાથ મંદિરમાં રેકોર્ડ બ્રેક દાન, આવક ૩૩ કરોડને પાર થઇ

0
28

સોમનાથ,તા.૭
વિશ્વ વિખ્યાત જ્યોતિલિંગ અને પવિત્ર યાત્રાધામ એવા સોમનાથની વર્ષ ૨૦૧૮માં ૭૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. સાથોસાથ મંદિર ખાતે દાનની સરવાણી વહાવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરને રેકોર્ડ બ્રેક દાન મળ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ અંગેના વિગતવાર આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
જેમાંથી મંદિર ટ્રસ્ટની આવક ૩૩ કરોડને પાર થઈ હતી. મંદિરની ગોલખ પેટીમાંથી રૂપિયા ૭ કરોડનું દાન મળ્યું હતું. જ્યારે પૂજાવિધિમાંથી ૩.૭૫ કરોડ, પ્રસાદીમાંથી ૭.૫ કરોડ, સાહિત્ય વિતરણમાંથી ૧.૨૫ કરોડ, પા‹કગમાંથી ૫૦ લાખ અને અતિથીગૃહમાંથી ૭.૫ કરોડ રૂપિયાની આવક સાથે કુલ ૩૩ કરોડ રૂપિયાની આવક થઈ છે.
ત્યારે વર્ષ ૨૦૧૮માં દર્શનાર્થીઓની સંખ્યામાં પણ વધારો જાવા મળ્યો હતો. સૌપ્રથમ વખત પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ રાષ્ટ્રપતિએ બે વખત સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના કાર્યકાળ દરમિયાન બે વખત સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. આ સાથે જ ભાજપના અધ્યક્ષ અમિત શાહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વર્ષ ૨૦૧૮માં ભગવાન સોમનાથના દર્શન કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY