સોમવારે નર્મદા માં કુલ 195 મી.મી.વરસાદ ખાબક્યો,સૌથી વધુ ગરુડેશ્વર માં 76 મી.મી.નોંધાયો

0
116

નર્મદા જિલ્લામાં સોમવારે ધીમી ધારે વરસાદ આવતા ખેડૂતો ખુશ ,વાતાવરણમાં ઠંડક,વીજળી ના ધાંધિયા

ઘણા દિવસો થી મેઘરાજા હાથતાળી આપી જતા રહેતા હતા ત્યારે આજે પધરામણી થતા ખેડૂતો આનંદ માં

રાજપીપળા: નર્મદા જિલ્લા માં વરસાદની ધીમી શરૂઆત બે દિવસ પેહલા થઈ પરંતુ રાજપીપળા માં મેઘરાજા હાથતાળી આપી ગાયબ થતા હતા જે આજે સોમવારે સવારે અગિયારેક વાગ્યા થી મેઘરાજા એ ધીમીધારે શરૂઆત કરતા ખાસ ધરતીપુત્રો માં ભારે ખુશી જોવા મળી છે સાથે સાથે આકરી ગરમીમાં સેકાતા લોકો ને વરસાદ પડતા ઠંડક મળી હતી જોકે વારંવાર પ્રિમોન્સુન કામગીરી કરવા છતાં મામૂલી વરસાદ માં પણ રાજપીપળા શહેર માં વીજળી ના ધાંધિયા શરૂ થતા પ્રિમોન્સુન કામગીરી ની પોલ ખુલ્લી પડી હતી .જયારે રાજપીપળા ના અમુક વિસ્તારો માં પાણી ભરાયા હતા .ન

નર્મદા જિલ્લા માં સોમવારે સાંજે ચાર વાગ્યા સુધી કુલ 195 મી.મી.વરસાદ નોંધાયો હતો જેમાં નાંદોદ તાલુકામાં 39 મી.મી.ડેડીયાપાડા માં 42 મી.મી.સાગબારા માં 08 મી.મી.તિલકવાડા માં 30 મી.મી.અને સૌથી વધારે ગરુડેશ્વર તાલુકામાં 76 મી.મી.વરસાદ ખાબક્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,

ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY