સોના ના દાગીના પડાવ્યા પછી ઝડપાયેલી મહિલા બાદ ડભોઈ ના સોની ની પણ ધરપકડ

0
38

ડભોઈ ચોક્સી બજાર ના કંચનલાલ ભીખાલાલ સોની ને રાજપીપળા લાવ્યા પરંતુ દસ તોલા માંથી માત્ર ત્રણ તોલાની સોનાની ચેન ખરીદી એને ઓગાળી લગડી બનાવી હોવાની સોની ની કબૂલાત

બાકીના દાગીના ક્યાં ગયા એ બાબતે સોનીના રિમાન્ડ મેળવી પૂછપરછ કરશે ઝડપાયેલી મહિલા ને પણ એના ગામ લઈ જઈ તપાસ પણ ત્યાં કશુ ન મળતા ોની પર શંા

રાજીપળા: રાજપીપલા માં એક મુસ્લિમ મહિલા પાસે દસ તોલા સોના ના દાગીના પડાવી તપાસ બાદ ઝડપાયેલી આણંદ જિલ્લા ના દાજીપુરા ની સાઈદાબીબી ફિરોજખાન પઠાણ ને રાજપીપળા પોલીસે વડોદરા થી પકડી લીધા બાદ એક દિવસ ના રિમાન્ડ મેળવી પુછપરછ કરતા દાગીના ડભોઈ ના એક સોનીને વેચ્યા હોવાની કબૂલાત કરી હતી ત્યારબાદ પોલીસ આ મહિલા ને લઈ ડભોઈ તપાસ માં જતા ત્યાં ચોક્સી બજાર માં દુકાન ધરાવતા કંચનલાલ ભીખાલાલ સોની નું નામ ખુલતા પોલીસ આ સોનીને પણ રાજપીપળા લાવી પૂછતાછ કરતા એને આ મહિલા પાસે થી ફક્ત ત્રણ તોલા ની સોનાની એક ચેન ખરીદી હોવાનું કબુલ્યું અને આ ચેનને ઓગાળી તેની લગડી બનાવી હોવાનું જણાવતા બાકીના દાગીના ક્યાં ગયા એ માટે પોલીસે ચોર મહિલા ને એના ગામ આણંદ જિલ્લા ના દાજીપુરા ના ઘરે તપાસ અર્થે લઈ ગઈ હતી પરંતુ ત્યાં પણ કઈ ન મળતા હવે શંકાની સોઈ પકડાયેલા સોની તરફ જતી લાગે છે ત્યારે એ માટે પકડાયેલા ચોરીનું સોનુ ખરીદનાર સોની ની વધુ પૂછપરછ કરવા પોલીસે રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે .હાલ બાકીના દાગીના કોની પાસે છે અને કોણ સાચું બોલે છે એ પોલીસ તપાસ બાદજ સત્ય બહાર આવશે હાલ પોલીસ સોનીના રિમાન્ડ અને પૂછપરછમાં પોરવાયેલી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY