સુરત, તા. ૦૬
આજે મળસ્કે સોની ફળિયા પાણીની ભીત પાસે અંબાજી રોડ પર આવેલ રમકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ત્રણ માળની દુકાનમાં આગથી માલ સામાનને નુકસાન થયું હતું. ફાયર વિભાગે ૧૭ ગાડીના કાફલાની મદદથી આગને કાબૂમાં લીધી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મળસ્કે પાંચ વાગ્યાના સુમારે અંબાજી રોડ સોની ફળિયા પાણીની ભીત પાસે આગ લાગી હોવાનો મેસેજ મમતાની સાથે જ ફાયર અોફિસર જગદીશ પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા ત્રણ માળની આપી દુકાન આગમાં સ્વાહા થઇ હતી. આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ માલ સામાન અને મિલકતને મોટું નુકસાન થયું છે. દુકાનમાંથી ભારે ધુમાડો નીકળતા આજુબાજુïની અન્ય દુકાન માલિકો તેમજ સ્થાનિકો ભયભીત થયા હતા. આગને કાબૂમાં લેવા માટે નવસારીબજાર, મુગલીસરા, ઘાંચી શેરી, માનદરવાજા, મજૂરાગેટ ફાયર સ્ટેશનના કુલ ૧૭ વાહનોની મદદથી આગને ભારે મુશ્કેલી બાદ કાબૂ મેળવવામાં આવ્યો હતો.
અંબાજી રોડ સોની ફળિયા વિસ્તારની ત્રણ માળની બિલ્ડિંગની દુકાનોમાં આગ લાગતા કોર્ટ વિસ્તારના સાંકડા માર્ગોના કારણે આગને નિયંત્રણમાં લેવામાં ફાયર બ્રિગેડને ભારે અગવડતા પડી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આજુબાજુની બિલ્ડિંગો પર ચઢી આગગ્રસ્ત દુકાનોમાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત આગ પર કાબૂ મેળવ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





