સોનભદ્ર,તા.૧૧
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રેલી માટે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં કહ્યું કે, ‘૨૧ વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે ન્યૂક્લીયર ટેસ્ટ-ઓપરેશન શકિતને અંજામ આપ્યો હતો. હું ભારતને ખ્યાતિ અપાવનાર વૈજ્ઞાનિકોને સલામ કરુ છુ. ૧૯૯૮ની આ ઐતિહાસિક ઘટના સાબિત કરે છે કે મજબૂત રાજકીય ઈચ્છાશકિત દેશની સુરક્ષા માટે શું કરી શકે છે.
તેમણે કહ્યું કે ભારતમાં વાજપેયી સરકાર પહેલાની સરકારમાં નિર્ણયો લેવાની હિંમત નહોતી. આ તમે ત્યારે જ કરી શકો જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા તમારી પ્રાથમિકતા હોય. ત્યારે જ તમારી અંદર ન્યૂક્લીયર ટેસ્ટ જેવા નિર્ણય લેવાની હિંમત હોય છે. મોદીએ કહ્યુંકે આ લોકોએ હવે પૂછવાનુ શરૂ કરી દીધુ છે કે મોદીની જાતિ શું… મારી જાતિ એ છે જે દેશના દરેક ગરીબની જાતિ છે. જે પણ પોતાને ગરીબ સમજે છે તેમની જાતિનો હું છુ.
કોંગ્રેસ માટે રાષ્ટ્રહિત કરતા પરિવાર સર્વોપરી છે. દેશ જ્યારે ગોટાળાથી ઘેરાયેલો હતો ત્યારે ભારતનું નામ દુનિયાના દેશમાં બદનામ થયું હતુ. સત્તા પર કેટલાક દલાલોએ કબજો કર્યો અને દેશમાં રિમોટ કંટ્રોલવાળી સરકાર ચલાવવામાં આવી. જ્યારે આજે દેશમાં મજબૂત સરકાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



