અયોધ્યા,તા.૨૪
આરએસએસના સ્થાપના દિવસના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા સરકાર પાસે કાયદો બનાવવાની માંગ કરી હતી. ત્યારથી ઓયધ્યાના માહોલમાં બદલાવ આવ્યો છે. આંગતુક અને પર્યટક કારસેવકપુરમ તરફ જઇ રહ્યા છે જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક પૂજારીઓ અને ભક્તો દ્વારા રામના ભજનો ગાઇને કરાય છે. મંદિર બનાવાની ગતિવિધી ઝડપી બની છે. વીએચપીના સૂત્રોના જણાવ્યા મુજબ, મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદે પથ્થરોથી ભરેલા ટ્રકનો ઓર્ડર આપી દીધો છે.
હાલ દેશભરમાં રામ મંદિર બનાવવાની માંગ ઉગ્ર બની છે ત્યાંજ વીએચપીએતો મંદિરના નિર્માણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, ૨૯ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ બનાવવા પર સુનાવણી થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીએચપીએ મંદિર નિર્માણ માટે પથ્થરોથી ભરેલા ટ્રકનો ઓર્ડર આપી દીધો છે, સાથે મંદિર નિર્માણ માટે કારિગરો સાથે પણ વાત ચાલી રહી છે જેથી એકવાર મંદિર બનાવવા માટે સુપ્રીમ લીલીઝંડી આપે અને ત્યાં વીજ્ળી ગતિએ કામ શરૂ કરી શકાય. અયોધ્યામાં વીએચપીના નેતાઓએ દાવો કર્યો છે કે, પથ્થરોથી ભરેલા ૭૦થી વધુ ટ્રકો વહેલી તકે અયોધ્યા પહોંચી જશે.
વીએચપીના ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે, ઝડપથી કામ શરૂ કરવા માટે મોટા પ્રમાણમાં પથ્થર અને કારિગરોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, હવે હમે પીછેહઠ કરીશું નહી, આ સત્યની વિજય માટેની લડાઇ છે. અમે સુપ્રીમના આદેશની રાહ જાઇ રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




