મને કોઈ કલાકાર સાથે કામ કરવામાં વાંધો નથી : રિચા ચડ્ડા

0
10

મુંબઈ,તા.૧૪
ફિલ્મ સર્જક અશ્વિની આયર તિવારીની આગામી ફિલ્મ પંગા અંગે બોલતાં અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્યુ હતું કે મને કોઇ કલાકાર સાથે કામ કરવામાં વાંધો નથી. ‘હું એક વ્યાવસાયિક અભિનેત્રી છું. કોઇ પણ નાના મોટા કલાકાર સાથે કામ કરવાની મારી તૈયારી હોય છે. કંગના રનૌત અને મણીકર્ણિકા ફિલ્મના વિવાદ અંગે હું વિગતો જાણતી નથી. પરંતુ મને એવી વાતોમાં રસ નથી. હું વિવાદોમાં પડવા માગતી નથી. મારું કામ મને સોંપાયેલો રોલ પૂરેપૂરી નિષ્ઠાથી કરવાનું છે’ એમ રિચાએ કહ્યુ હતું.
અશ્વિનીની આ ફિલ્મ કબડ્ડીની રમત અંગે છે. કંગના રનૌતને મુખ્ય રોલ માટે સાઇન કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સિનિયર અભિનેત્રી નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી અને જસ્સી ગીલ પણ ચમકી રહ્યાં છે.
કબડ્ડીની રમતને કેન્દ્રમાં રાખીને એની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી છે. ઔરિચાએ કહ્યુ કે મને અશ્વિનીએ સ્ટોરીલાઇન સંભળાવી ત્યારબાદ મેં ફિલ્મ સાઇન કરી હતી. આ ફિલ્મ સ્પોર્ટલક્ષી હોવાથી મને એમાં રસ પડયો હતો.
સહકલાકાર કોણ છે એની સાથે મને નિસ્બત નથી કારણ કે મારે કોઇ સાથે અણબનાવ કે ઝઘડો નથી. મારું કામ મને સોંપાયેલા પાત્રને પ્રમાણિક રીતે રજૂ કરવાનું છે. કોઇની સાથે અહંક્લેશ કરવામાં મને રસ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY