યુવક મિત્રોને સ્પીડ લાઇવ શેર કરવા માટે ૧૮૦ની સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો
પૂના,તા.૧૪
તાજેતરમાં જ હૈદરાબાદના એક યુવકનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે ચાલતી ટ્રેન આગળ સેલ્ફી લેવા માટે સ્ટંટ કરતો જાવા મળી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી ફૂલ સ્પીડમાં આવતી ટ્રેને યુવકને હાસ્પિટલ પહોંચાડી દીધો.
સોશિયલ મીડિયા પર શો બાજી કરવાની એક એવી જ ઘટના સામે આવી છે. ગત રાત્રીએ પુનાના પિંપરી વિસ્તારમાં વીસ વર્ષીય એક યુવક ફૂલ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર સ્પીડ લાઇવ કરવાના ચક્કરમાં તેની કાર દુર્ઘટનાગ્રસ્ત બની અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું.
માહિતી અનુસાર, મૃતકનુ નામ શિવમ જાધવ છે. ગત રાત્રીએ શિવમ નશાની હાલતમાં પિંપરીના ગ્રેટ સેપરેટર રોડ પર લગભગ ૧૮૦ની સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. ૧૮૦ની સ્પીડમાં ગાડી ચલાવવાનો વીડિયો પોતાના મિત્રો સાથે શેર કરવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્પીડ લાઇવ કરી. એવામાં ફૂલ સ્પીડ કાર પરથી તેનું નિયંત્રણ ખોરવાઇ જતાં તેની કાર અથડાઇ ગઇ.
આ અકસ્માતમાં શિવમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જણાવવામાં આવી રહ્યુ છે કે ઘટના સમયે શિવમનો પિતરાઇ ભાઇ પણ તેની સાથે કારમાં હતો જેને ગંભીર ઇજા પહોંચી છે. શિવમના મોબાઇલ ફોનથી ઇન્સ્ટાગ્રામનો આ વીડિયો પણ સામે આવ્યો છે જેના કારણે તેનું મોત થયું, ઘટનાસ્થળે પર પહોંચ્યા પોલીસ અધિકારીનું કહેવું છે કે આ પ્રકારની ઘટના સોશિયલ મીડિયાના કારણે જ થાય છે. તેમણે કહ્યુ કે લોકો ખાસ કરીને યુવાનો સ્પીડ લાઇવના ચક્કરમાં દુર્ઘટનાનો શિકાર બની રહ્યા છે. પોતાના એક માત્ર દિકરાને દુર્ઘટનામાં ગુમાવ્યા બાદ શિવમનો પરિવાર શોકાતુર બની ગયો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"