તુષાર મહેતા બન્યા દેશના નવા સોલિસિટર જનરલ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

0
76

ન્યુ દિલ્હી,તા.૧૦
તુષાર મહેતાને સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા બનાવવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ એડિશનલ સોલિસિટર ઓફ ઈન્ડિયાની પોસ્ટ પર હતાં. નોંધનીય છે કે, રંજીત કુમારે જ્યારથી રાજીનામું આપી દીધું ત્યારથી ઓક્ટોબર ૨૦૧૭થી આ પદ ખાલી હતું.
તુષાર મહેતા મુળ ગુજરાતના જામનગરના છે અને તેમણે ૮૦ના દાયકાથી વકિલાત શરૂ કરી હતી. તેમના પિતા જામનગર તાલુકામાં અધિકારી હતાં. તેઓ ખૂબ નાના હતાં ત્યારે જ તેમના પિતાનું એક રોડ એકિસડન્ટમાં મોત થઈ ગયું હતું.
૨૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ રજિંત કુમારે કોઈ પણ કારણ જણાવ્યા વગર રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી સરકારે કેકે વેણુગોપાલને અટાર્ની જનરલ બનાવ્યા હતા. પરંચુ સોલિસિટર જનરલની નિમણૂક થઈ શકી નહતી. જાકે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, નવા સોલિસિટર જનરલની નિમણૂક ટૂંક સમયમાં જ કરવામાં આવશે. ત્યારથી જ તુષાર મહેતાને નવા સોલિસિટર જનરલ બનાવવાની અટકળ લગાવવામાં આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY