પાટણ,તા.૨૯
એસટી બસની ટક્કરથી બાઇક સવાર ૨ યુવકોનાં મોત પાટણમાં બાઇક સવાર બે યુવકોના કરૂણ મોત નિપજતાં સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી છે. પાટણ ગોઝારા અકસ્માતમાં કુલ બે લોકોના અકાળે મોત થયા છે. હારીજ તાલુકાના જસોમાવ ગામ નજીક અકસ્માતમાં બે વ્યકિતના મોત નીપજ્યા છે. હાઇવે પર બસ સાથે બાઇક અથડાતા ઘટના સ્થળે જ બે વ્યકિતના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણના હારીજ તાલુકાના જસોમાવ ગામ નજીક પસાર થઇ રહેલા બાઇક સવારને પૂરઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇક સવાર બે યુવકો ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં બન્ને યુવકો થરા તાલુકાના ઉણ ગામ અને સમી તાલુકાના રણાવાડા ગામના રહેવાસી છે. પોલીસે આ અકસ્માતની તપાસ કરી હતી. પોલીસે બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ મોકલી આગળની કામગીરી હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



