ઉત્તરપૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં બની ઘટના સાત વર્ષના ભાઈએ રિમોટ ન આપતા ૧૨ વર્ષની બહેનનો આપઘાત

0
22

ન્યુ દિલ્હી,તા.૨૯
અત્યારનાં બાળકોમાં સહનશક્તિ, ધીરજ અને માફ કરવાનો ગુણ વિકસાવવાની ખૂબ જ જરૂર છે. અત્યારના બાળકોમાં સહનશક્તિ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. નાની-નાની બાબતોમાં બાળકો પોતાનો પિત્તો ગુમાવી દેતા હોય છે. છેલ્લા ઘણા સમયથી બાળકોમાં પણ આત્મહત્યાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જાવા મળ્યો છે. મોટા ભાગના બાળકોનો સ્વભાવ હવે એવો થઈ ગયો છે કે તેઓ કોઈનું સાંભળી શકતા નથી. જા કોઈ તેમને કંઈ બોલે તો તરત જ તેઓ અકલ્પનિય પગલા ભરી લેતા હોય છે.
આવી જ એક ઘટના નવી દિલ્હીમાં સામે આવી છે. ઉત્તરપૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં એક ૧૨ વર્ષની બાળકીએ ગુસ્સામાં આવીને આત્મહત્યા કરી લીધી છે. પોતાના સાત વર્ષના ભાઈની સાથે ટીવીના રિમોટને લઈને થયેલો ઝઘડો બહેનના મોતનું કારણ બન્યો હતો. ગત બુધવારના રોજ માતા-પિતા કોઈ કારણસર બહાર ગયા હતા. ત્યારે ઘરમાં સાત વર્ષનો ભાઈ, ૧૨ વર્ષની બહેન અને ૧૭ વર્ષનો મોટો ભાઈ ઘરમાં એકલા હતા. ૧૭ વર્ષીય ભાઈ પોતાના રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો તે સમયે જ ભાઈ-બહેન વચ્ચે રિમોટની બાબત પર ઝઘડો થયો.
સાંજે ૫.૫૫ વાગ્યે બહેને પોતાના નાના ભાઈ પાસે રિમોટ માંગ્યુ. તેણે નાના ભાઈને કહ્યું કે છ વાગ્યે તેનો ફેવરિટ શો આવવાનો છે જે તેને જાવો છે તેથી રિમોટ તેને આપી દે. પરંતુ ભાઈએ રિમોટ આપવાની ના પાડી દીધી. જેના કારણે બંને ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થઈ ગયો. ઝઘડાએ એટલુ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ કે મોટા ભાઈએ તેનુ ભણવાનુ પડતુ મુકીને બહાર બંનેને શાંત પાડવા આવવુ પડ્યુ. મોટા ભાઈએ બહાર આવીને બંને નાના ભાઈ-બહેનને ધમકાવ્યા અને ઝઘડો નહીં કરવા માટે અને શાંત રહેવા માટે સમજાવ્યા. ત્રણ દિવસની સારવાર મેળવ્યા બાદ હોÂસ્પટલમાં જ બાળકીએ અંતિમ શ્વાસ ભર્યા. પોલીસે જણાવ્યુ કે તપાસ શરૂ કરી દેવાઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY