એસ.ટી. બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ૧૨ ટૂ વ્હલરને અડફેટે લીધા

0
84

સુરત,
તા.૧૯/૦૩/૨૦૧૮

બ્રેક ફેલ થઈ જતા બેકાબૂ બની, ઘટના સીસીટીવીમાં કેદ

સોનગઢમાં આવેલા ટોલ પ્લાઝા ખાતે એક એસટી બસ બેકાબૂ બની હતી. જેથી પાંચ વાહનોનો ખુરદો બોલી ગયો હતો. બ્રેક ફેલ થઈ જતા આ ઘટનાની બની હોવાનું જાણવા મળ્યું છે. જાકે, કોઈ જાનહાનિ સર્જાઈ નથી. બેકાબૂ બનેલી એસટી બસ ટોલ પ્લાઝા ખાતે રહેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

તાપી-સોનગઢના માંડળ ટોલ પ્લાઝા નજીક સોમવારે વહેલી સવારે રાજસ્થાન ડેપોની એસટી બસ પસાર થઈ રહી હતી. દરમિયાન બસની બ્રેક ફેલ થઈ જતા બેકાબૂ બની હતી. અને ટોલ પ્લાઝા ખાતે રહેલી પાંચ જેટલા વાહનો પર ચડાવી દીધી હતી. જેથી વાહનોને ભારે નુકસાન થયું હતું. એસટી બસના ચાલકને પણ ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

વહેલી સવારે ઉકાઈથી રામસીન જતી એસટી બસની બ્રેક ફેલ થઈ જતા બેકાબૂ બની ગઈ હતી. સોનગઢ નજીક આવેલા સોમાં ટોલપ્લાઝા નજીક એસટી બસે વાહનો સાથે એક્સડન્ટ સર્જ્યો હતો. ટોલ પ્લાઝા ખાતે રહેલા સીસીટીવીમાં બેકાબૂ બનેલી બસ કેદ થઈ ગઈ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY