રાજ્યમાં ચોમાસા જેવો માહોલ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

0
86

અમદાવાદ,
તા.૧૯/૦૩/૨૦૧૮

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે હવામાનમાં પલટો

ગુજરાતમાં ઉનાળાની ધીમા પગે શરૂઆત થઇ હતી. ધીમે ધીમે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાતો જાવા મળી રહ્યો હતો. જાકે, વહેલી સવારે જાણે ઉનાળો ગાયબ થઇને સીધું જ ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ જાવા મળી રહ્યું હતું. સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતારણ જાવા મળી રહ્યું છે. જ્યારે ગુજરાતનામાં ઠેકઠેકાણે કમોસમી વરસાદના છાંટા પણ પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. વરસાદી વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.

ગુજરાતમાં અનેક વિસ્તરોમાં કમોસની વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો વહેલી સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ જાવા મળી રહ્યું છે. પૂર્વ અને પશ્વિમ અમદાવાદમાં કેટલાક વિસ્તરોમાં વરસાદી છાંટા પડ્યા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, માણસા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણે પોતાનું સ્વરૂપ બદલ્યું હતું. મહિસાગર, બાલાસિનોર, વિરપુર, ભાવનગર, સુરત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.

ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજૂ ફરીવળ્યું છે. આમ અચાનક બદલાયેલા વાતાવરણના પગલે ઘઉં, ડૂંગળી મકાઇ, જીરૂ, વરિયાળી જેવા પાકોને નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઇ રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY