સુરત રેલવે સ્ટેશને અટવાયેલા પ્રવાસીઓ માટે એસ.ટી. બસ દોડાવાઇ

0
15
સુરત, ઉધના, ભેસ્તાન, સ્ટેશને પ્રવાસીઓને સેવાભાવી સંસ્થાઓએ ૫૦૦૦ ફુડ પેકેટ વહેંચ્યા

મુંબઇમાં ભારે વરસાદના પગલે મુંબઇ અને સુરત વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાતા સુરત રેલ્વે સ્ટેશન પર અટવાયેલા મુસાફરો માટે મુંબઇ જવા માટે ખાસ પાંચ એસ.ટી.બસો દોડાવાઇ હતી. તો મુસાફરો માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરાઇ હતી.સાથે જ રીંફડ પણ અપાયુ હતુ. મુંબઇમાં ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર અટકી પડતા હજ્જારોની સંખ્યામાં સુરત થી મુંબઇ જનારા મુસાફરો સુરત, ઉધના, ભેસ્તાન રેલ્વે સ્ટેશને અટવાયા હતા. કેમકે તમામ સ્ટેશનો પર ટ્રેન અટકાવી દેવાઇ હતી. યાત્રીઓને પડેલી મુશ્કેલીને લઇને રેલ્વે તંત્રએ સવારે નવ વાગ્યા થી જ હેલ્પ ડેસ્ક અને હેલ્પ લાઇન નંબર શરૃ કરી દીધા હતા. સાથે જ સુરત થી ટ્રેનમાં ન જઇ શકનારા મુસાફરો માટે સુરત થી વાયા બોરીવલી થઇ મુંબઇ સેન્ટ્રલ સુધી પાંચ બસો દોડાવાઇ હતી. આ ઉપરાંત સુરત, ઉધના ,ભેસ્તાન સ્ટેશન પર અટવાયેલા મુસાફરો માટે સેવાભાવી સંસ્થાની મદદ થી ૫૦૦૦ ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કંરટ ટિકિટ રદ કરાવે તો ૧૦૦ ટકા રીંફડ આપવાની જાહેરાત કરાઇ હતી. મોડી સાંજ સુધીમાં ૩,૯૦,૦૦૦ થી વધુ રીંફડ ચૂકવાયુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY