મૃત અજાણી મહિલાની ઓળખ શોધવા પોલીસનો પ્રયાસ
સુરત, તા.૧
કામરેજ-કોસમાડા ગામના ખેતરમાં અજાણ્યા ઈસમે અજાણી મહિલાના ગળામાં દુપટ્ટા વડે ફાંસોઆપી હત્યા કરી નાખી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ-કોસમમાડા ગામના ધનસુખભાઈ લલ્લુભાઇ પટેલના ખેતરમાં એક અજાણી સ્ત્રીના ગળામાં દુપટ્ટા વડે ફાંસી આપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. કામરેજ પોલીસ મથકમાં ખેતરના માલિક ધનસુખભાઈ પટેલ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૩૦૨ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પીએમ કરાવવા માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપે હતો. પોલીસે આગળ પાછળના ખેતરમાં કામ કરતો મજૂરોના નિવેદનો લેવાના ચક્રોગતિમાન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





