તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્તનપાન અથવા તો બ્રિસ્ટ ફિડિંગના કારણે નવજાત શિશુના મોતની ટકાવારીમાં આશરે ૧૦ ટકા સુધીનો ઘટાડો થઈ જાય છે. ઓલ ઇÂન્ડયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં નિષ્ણાંતોએ વિગત આપતા કહ્યું છે કે સ્તનપાનના કારણે નવજાત શિશુમાં મૃત્યુદર ૧૦ ટકા સુધી ઘટી જાય છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના જણાવ્યા મુજબ ભારતમાં નવજાત શિશુમાં મૃત્યુદર દર ૧,૦૦૦ જીવિત બાળકોના જન્મમાં ૫૭ છે. જ્યારે પાંચ વર્ષથી ઓછી વયની અંદર આ દર ૭૪.૩ ટકા છે. નવજાત શિશુમાં મૃત્યુદર માટે ઘણા કારણો જવાબદાર છે. જેમાં મુખ્ય કારણ ન્યુમોનિયા અને ડાઈરિયાનો સમાવેશ થાય છે. આ બંને બિમારીઓને ખૂબ સરળતાથી રોકી શકાય છે. આ રોગ સામે નવજાત શિશુને સ્તનપાન રક્ષણ આપે છે. સાથે સાથે આનાથી તેની રોગપ્રતિકારક શÂક્તમાં ઉલ્લેખનીય વધારો થાય છે. એમ્સમાં બાળકોના નિષ્ણાંત તબીબે કહ્યું છે કે નવજાત શિશુની ઘણી બિમારી આ પ્રકારે દૂર થઈ શકે છે. પોલના કહેવા મુજબ પ્રાથમિક આરોગ્ય સંસ્થા આ સપ્તાહમાં માતાઓ દ્વારા નવજાત શિશુને વધારે પ્રમાણમાં સ્તનપાન કરાવવામાં આવે તેને લઈને એક જાગૃતિ કાર્યક્રમ હાથ ધરશે. આધુનિક સમયની મહિલાઓમાં સ્તનપાનને લઈને ઘણી ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. આ મહિલાઓ માને છે કે સ્તનપાનના લીધે તેમના શરીરને નુકશાન થશે. તેમની ફિટનેસ અને ખૂબસુરતી જતી રહેશે પરંતુ આ બાબત સાચી નથી. તબીબોનું કહેવું છે કે ઓછામાં ઓછા છ મહિના સુધી નવજાત શિશુને સ્તનપાન અતિ જરૂરી છે. આનાથી બાળકની લોકપ્રતિકારક શÂક્તમાં વધારો થાય છે. આ ઉપરાંત ઘણા રોગ પણ દૂર થાય છે. પોલનું કહેવું છે કે જ્યારે એક સગર્ભા મહિલા સલાસૂચનના હેતુસર સેન્ટરમાં આવે છે ત્યારે ઘણા મુદ્દે તેની સાથે વાત કરવામાં આવે છે. મહિલાઓને એવી માહિતી પણ આપવામાં આવે છે કે સ્તનપાનની મહિલાઓને કોઈ નુકશાન થતું નથી. તમામ સંજાગો હેઠળ આ ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



