રાજ્યમાં નશાબંધીનો ચુસ્ત અમલ : સ્ટેટ મોનીટરીંગ સેલની અસરકારક કામગીરી

0
100

રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે દેશી-વિદેશી દારૂ
તેમજ જુગારના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા
.. .. .. .. .. ..
• ગુજરાત પોલીસની છેલ્લાં ૩ માસમાં ગુના અટકાવવા ફાસ્ટ્રેક કામગીરી :
• રાજ્યમાં છેલ્લા ત્રણ માસમાં ૧.૯૫ લાખ લિટરથી વધુ દેશી દારૂ તેમજ
૨૧ લાખથી વધુ વિદેશી દારૂની બોટલ જપ્ત કરાઈ
• ચાલુ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં અંદાજે કુલ રૂ. ૨૩ કરોડનો વિદેશી અને રૂ. ૨૩ લાખનો દેશી દારૂ, ૧૮૫૦ વાહન કબ્જે લેવાયા : ૧૭૨૪૮ આરોપીઓની ધરપકડ
• જુગારના કુલ ૧૮૩૭ કેસમાં ૭૬૭૮ આરોપીઓની ધરપકડ
• દારૂ-જુગાર, અસામાજિક પ્રવૃત્તિની ફરિયાદ અંગે ટોલ ફ્રી હેલ્પ લાઈન ૧૪૪૦૫ કાર્યરત
.. .. .. .. .. ..

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં નશાબંધી અને જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિ સંપૂર્ણપણે નાબૂદ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્ય સરકારે નશાબંધી ધારાની જોગવાઇઓમાં કડક સુધારાઓ પણ કર્યા છે. જેના પરિણામે સામાજિક તંદુરસ્તી સુદ્રઢ બની છે. પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભ ઉપર કાર્ય કરતી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ તથા સ્ટેટ મેનોટરીંગ સેલની અસરકારક કામગીરીના પરિણામે દેશી તથા વિદેશી દારૂના ગુનાઓમાં વર્ષ-૨૦૧૬ની સામે વર્ષ-૨૦૧૭માં ૪૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.

મંત્રી જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ-૨૦૧૬માં દેશી દારૂ સંબંધી ૧,૫૩,૧૫૬ ગુનાઓ નોંધાયા હતા. પરંતુ રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં ત્રણ ગણો વધારો કરીને વધુ કડક બનાવતા વર્ષ-૨૦૧૭માં દેશી કે વિદેશી દારૂ સંબંધી ગુનાઓની સંખ્યા ઘટીને ૭૯,૫૫૮ થઈ છે એટલે કે, આ ગુનાઓમાં ૪૮ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

મંત્રીએ ગુજરાત પોલીસે છેલ્લાં ત્રણ માસમાં કરેલી ફાસ્ટ્રેક કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે સુધારેલા કાયદા બાદ દારૂ સંબંધી ગુનાઓ સામે ખૂબ જ કડક હાથે કામ લીધુ છે. જેના ભાગરૂપે રાજ્યમાં જાન્યુઆરી-૨૦૧૮થી માર્ચ-૨૦૧૮ સુધીમાં દારૂ સંબંધી કુલ ૪૮,૨૭૩ કેસ કરીને કુલ ૧,૯૫,૫૩૬ લિટર દેશી દારૂ અને ૨૧,૨૭,૯૯૬ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં અંદાજે કુલ રૂ. ૨૩ કરોડનો વિદેશી અને રૂ. ૨૩ લાખનો દેશી દારૂ પકડવામાં આવ્યો છે. જેમાં કુલ ૧૭,૨૪૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કુલ ૧૮૫૦ વાહન કબ્જે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં જુગારના કુલ ૧૮૩૭ કેસમાં કુલ ૭૬૭૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
… ૧ …

રાજ્યમાં નશાબંધીનો ચુસ્ત અમલ… … ર …

મંત્રીએ કહ્યું હતું કે, દારૂ-જુગારની પ્રવૃત્તિ સંપૂર્ણમાં કાબૂ લેવા તેની સાથે જોડાયેલા ઈસમો સામે કડક હાથે કામ લઈને તેમની સામે અટકાયતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેમાં છેલ્લાં ૩ માસમાં કુલ ૫૮૯૮ ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જયારે ૫૨૫ વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી છે. દારૂની હેરફેરના કેસમાં જે વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે તેવા વાહનોને નવા કાયદા મુજબ છોડી શકાતા નથી. દારૂબંધીના કાયદામાં થયેલા ફેરફાર બાદ રાજ્ય પોલીસ દ્વારા અંદાજે કુલ ૧૦ હજાર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે જે પૈકી ૬,૦૦૦ જેટલા વાહનો હજુ પણ પોલીસ જપ્તી હેઠળ છે. જે ૪,૦૦૦ જેટલાં વાહનો છોડવા નીચલી અદાલતો દ્વારા હુકમ થયા છે તે હુકમો સામે પણ ઉપરની અદાલતમાં અપીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતુ કે, રાજ્યમાં દારૂ, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિ અંગે ફરીયાદ કરવા જાહેર જનતા માટે ટોલ ફ્રી હે્લ્પ લાઇન નંબર-૧૪૪૦૫ શરૂ કરવામાં આવ્યો છે.

મંત્રી જાડેજાએ કહ્યું હતું કે, રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ એકમોને દારૂ/જુગારની પ્રવૃત્તિ રોકવા માટે કડક સૂચના આપવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક દ્વારા નવતર પ્રયાસના ભાગરૂપે દારૂ/જુગારની પ્રવૃત્તિને બંધ કરાવવા માટે છેલ્લા એક માસમાં બે વખત આ હેતુની સ્પેશલ ડ્રાઇવ પણ કરવામાં આવી છે. જેમાં તા.૧૦/૦૩/૧૮ થી તા. ૧૬/૦૩/૧૮ સુધી એક સપ્તાહની ડ્રાઇવ દરમિયાન કુલ-૯૫૦ કેસો કરવામાં આવ્યા છે, જેમાં કુલ ૭૫૪ આરોપીઓની ધરપકડ અને રૂા.૨.૮૫ કરોડની કિંમતના વિદેશી દારૂ અને ૨૭ હજાર લીટર દેશી દારૂ પકડવામાં આવ્યો છે. આ જ ડ્રાઇવ દરમ્યાન જુગારના પણ કુલ ૩૮૪ કેસો સામે કુલ ૧૪૨૫ આરોપીઓની ધરપકડ અને આશરે રૂા. ૧૫ કરોડની કિંમતનો મુદા માલ જપ્ત કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે આ ઉપરાંત પોલીસ મહાનિર્દેશક દ્વારા તમામ જિલ્લા/શહેરમાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે ૧૦ દિવસમાં એક્શન પ્લાન બનાવી કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. વધુમાં આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં દેશી દારૂની મોટા પાયા પર ચાલતી ભઠ્ઠીઓ શોધી કાઢવા અને નાબૂદ કરવા એક જિલ્લાની પોલીસને મોટા સંખ્યાબળ સાથે બીજા જિલ્લામાં ક્રોસ રેઇડ માટે મોકલવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં દારૂના જે મોટા કેસો થયા છે અને જેમાં નામચીન બૂટલેગરો સંડોવાયેલા હોય તેવા કેસોમાં બૂટલેગરોની મિલકતો ટાંચમાં લેવા અને નાણાંકીય હેરફેરની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિભાગને આવા કેસોની તપાસ સોંપવામાં આવે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકારે કાયદામાં સુધારો કરીને વ્યક્તિગત, સામાજિક, આર્થિક અને નૈતિક રીતે પતન કરનારા દારૂના દૂષણથી સમાજની તંદુરસ્તીને હણનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરી રહી છે. રાજ્યમાં નશાબંધીના ચૂસ્તપણે અમલ માટે સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગૃહ વિભાગ દ્વારા સોશ્યલ મીડિયાનો વ્યાપક સહયોગ મેળવવામાં આવી રહ્યો છે. નાગરિકો વોટ્સએપ અને એસ.એમ.એસ. દ્વારા માહિતી આપે છે, જેના પરિણામે આ સફળતા મળી છે. રાજ્ય સરકારે નશાબંધી ધારાને વધુ કડક બનાવ્યો છે. દારૂના ઉત્પાદન, ખરીદ-વેચાણ હેરફેર કરનારા ગુનેગારોની સજા ૧૦ વર્ષની તથા રૂ.૫ લાખના દંડની જોગવાઇ પણ કરી છે તેમ મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY