વડોદરા પોલીસ સમાચાર

0
108

પ્રોહીબીશનનો ગુનો શોધાયો :-
જવાહરનગર પો.સ્ટે.થર્ડ ગુ.ર.નં.૧૬૦/૧૮ ગુજરાત નશાબંધી ધારા ૬૫,એ,ઇ મુજબના ગુનાના ફરિયાદી સત અ.પો.કો પ્રવિણકુમાર સેતાજી બ.નં-૯૧૧ નોકરી જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓને મળેલ બાતમી આધારે સ્ટાફના માણસો સાથે વોચમાં રહેતા આરોપી શંકરભાઇ ભુરાભાઇ ભાભોર રહે- રણોલી બ્રીજ પાસે રામનગર તા.જી-વડોદરા નાનો તા.૦૫/૦૪/૧૮ ના ક.૨૨/૧૫ વાગ્યે રણોલી લકકી હોટલની પાછળ આવેલ ખેતરમાં વગર પાસ પરમીટે પોતાના કબ્જાામાં પરપ્રાંતીય ઇગ્લીેશ દારૂના કવાટરીયા નંગ-૪૬૦ કિ.રૂ-૩૬,૮૦૦/- તથા બિયર ટીન નંગ-૩૬ કિ.રૂ-૩૬૦૦/- મળી કુલ્લે્ કિ.રૂ-૪૦,૪૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા બાબતે તા.૦૫/૦૪/૧૮ ના ક.૨૩/૪૦ વાગ્યે જવાહરનગર પો.સ્ટે ગુનો નોંધાયેલ છે. ગુનાની તપાસ પો.સ.ઇ જે.બી.ધનેશા નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૧. પ્રોહીબીશનના કેસો :-
તા.૦૫/૦૪/ર૦૧૮ ના રોજ શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૯ કિં.રૂ.૭૮૦/- તથા ઇંગ્લીશદારૂના કવાટરીયાનંગ- ૪૬૦ તથા બિયર નંગ-૩૬ મળી કુલ્લે કિ.રૂ.૪૦,૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૪૧,ર૮૦/- નો મુદ્દામાલ ૫કડવામાં આવેલ છે. તેમજ પીધેલા ૧૭ સહીત કુલ-૨૭ આરોપીઓ અટક કરવામાં આવેલ છે. તેમજ -૦૨ આરોપી અટક કરવા ઉપર બાકી તેમજ પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલ છે.

૨. ટ્રાફીકની કામગીરી :-
લોકોમાં ટ્રાફીક સમજણ કેળવાય તેમજ જીવલેણ અકસ્મતોના નિવારણ માટે ટ્રાફિક શાખા/પો.સ્‍ટેશન દ્રારા કરવામાં આવેલ કામગીરી
છેલ્લા ર૪ કલાક દરમ્યાન શહેરમાં શહેર ટ્રાફીક શાખા દ્રારા શહેરમાં જુદા જુદા પોઇન્ટો ઉ૫ર કસુરવાર વાહન ચાલકો વિરૂધ્ધ ૧૩૯૩ એન.સી.કેસો કરી, માંડવાળ પેટે દંડ રૂ.૧,૫૫,૧૦૦/- તમામ પો.સ્ટે. એન.સી-૯૦ કિં.રૂ. ૧૪,૬૦૦/- તથા કોર્ટ એન.સી.કેસો -૧૪ આપી દંડ રૂ.૫૪૦૦/- તથા આર.ટી.ઓ એન.સી.-૦૭ દંડ-૩૮,૭૦૦/- મળી કુલ્લે એન.સી ૧૫૦૪ દંડ પેટે-૨,૧૩,૮૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ છે.
તેમજ ફોરવ્હિલર ગાડીઓમાંથી ડાર્ક ફિલ્મ દુર કરવાની કામગીરીમાં કુલ એન.સી 02 દંડ રૂI.200/-ની વસુલાત કરવામાં આવેલ છે.

૩. વાહન ચોરીના ગુનાઓ :-
૧. કારેલીબાગ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૧/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાના ફરિયાદી દિપલબેન W/O કવિનકુમાર વિકમભાઇ પરીખ રહે .૩૩ જાગ્રૂતિ સોસાયટી ગાંધી પાર્ક સોસાયટી ની સામે સંગમ હરણી રોડ વડોદરા નાઓની હિરો હોંડા સી.ડી.ડીલક્ષ મો.સા.નં. GJ06 CK 7070 જે કાળા કલરની જેનો ચે.નં 07C23F28338 તથા એં.નં.07C22E58219 જે સને 2007 ના મોડલ ની જેમા પેટ્રોલ આશરે પાંચ લીટર જેટલુ હતુ જે મોટર સાયકલની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- ની તા.૦૧/૦૪/૨૦૧૮ ના ક.૦૯/૦૦ વાગે બી.૩૩ જાગ્રૂતિ સોસાયટી ગાંધી પાર્ક સોસાયટીની સામે સંગમ હરણી રોડ વડોદરાથી ચોરી થયા બાબતે તા.૦૫/૦૪/૨૦૧૮ ના ક.૨૦/૨૫ વાગે કારેલીબાગ પો.સ્ટે ગુનો નોંધાયેલ છે. ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.આર.શુકલ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. જે.પી રોડ પો.સ્ટેફ.ગુ.ર.નં ૩૮/૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાના ફરિયાદી વિનોદભાઇ પીરા સોનવને રહે-મ.નં‌૬૨, અકોટા મીરજા કોલોની ગુજરાત હાઉસિંગની પાછળ વડોદરા શહેર નાઓની હીરો હોંડા સ્પ્લેંડર મો.સા.નં-GJ-06-ES-6203 કાળા કલરની ગ્રે પટ્ટાવાળી સને ૨૦૧૨ ના મોડલની જેનો એં.નં-HA10EFBHM12080 તથા ચે.નં- MBLHA1092BHM10112 નો છે જેની કિ રૂપિયા આશરે ૧૫,૦૦૦/- ની તા.૧૦/૦૩/૧૮ના ક.૧૩/૩૦ થી ક.૧૯/૩૦ વાગ્યા દરમ્યાન તાંદલજા મકરંદ દેસાઇરોડ તાઇફનગરનાગેટ પાસેથી ચોરી થયા બાબતે તા.૦૫/૦૪/૨૦૧૮ ના ક.૨૧/૫૦ વાગે જે.પી.રોડ પો.સ્ટે ગુનો નોંધાયેલ છે. ગુનાની તપાસ એ.એસ.આઇ શ્રી રમેશભાઇ મોહનભાઇ જે.પી રોડ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ગોત્રી પોસ્ટે I ૭૩/૨૦૧૮,ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુનાના કામના ફરીયાદી જીગરકુમાર જગદિશભાઇ પટેલ ઉ.વ.૩૫, ધંધો.નોકરી, રહે. જી.એફ/૨ ટાવર બી વિરામ ફલેટ જી.ઇ.બી પાસે સમીયાલા ગામ તા,જી વડોદરા નાઓની ફરીયાદ મુજબ તા. ૦૪/૦૪/૧૮ ના કલાકઃ ૨૦/૨૦ થી કલાકઃ ૨૨/૩૦ વાગ્યા દરમ્યાન મોજે. ટ્રાઇડેન્ટ સેન્ટર ઇલોરાપાર્ક પાસે ફુટપાથ પર નટુભાઇ સર્કલ પાસે વડોદરા શહેર ખાતે આ કામના આરોપીએ ટ્રાઇડેન્ટ સેન્ટર ઇલોરાપાર્ક પાસે ફુટપાથ પર પાર્ક કરેલ જગ્યાયેથી કોઇ ડુપ્લીકેટ ચાવી વડે ફરીયાદીની મારૂતિ વેગેનાર રજી. નં. GJ-05-CD-5482 કિ.રૂ આશરે કિ.રૂ ૫૦,૦૦૦/-ની કોઇ ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે ગુનો તા.૦૬/૦૪/૨૦૧૮ ના કલાક ૧૨/૩૫ વાગે ગોત્રી પો.સ્ટે. ખાતે નોંધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.ડી.શેલાર ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. લુંટના ગુનાઓ :-
૧. જે.પી.રોડ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૯/૧૮ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના ફરિયાદી પ્રતાપરાય લીલારામ ભાગચંદાની રહે- એ-૨૨ નીલ ટેરેશ સોસાયટી હેરીટેઝ બંગલાની સામે જુના વાસણા જ.નાકા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ત્રણ અજાણ્યા ઇસમો તા.૦૫/૦૪/૨૦૧૮ ના ક.૨૧/૩૦ વાગ્યાના સુમારે શિવસુર્યા સોસાયટીના ગેટની સામેરોડ ઉપર વડોદરા ફરીયાદી એક્ટીવા નં.GJ-06-LD-7244 ઉપર પોતાની દુકાનના વકરા તથા ઉઘરાણીના આશરે રૂ.૪,૦૦,૦૦૦/- તથા અન્ય ડોક્યુમેન્ટ વાળી બેગ તથા ટીફીન એક્ટીવા ઉપર બે પગના વચ્ચેના ભાગે મુકી ઘરે જતા હતા દરમ્યાન કલાક ૨૧/૩૦ વાગ્યાના સુમારે શિવસુર્યા સોસાયટીના ગેટની સામેથી પસાર થતી વખતે ત્રણ અજાણ્યા ઇસમો એક્ટીવા જેવા વાહન ઉપર આવી ફરી.ની એક્ટીવા રોકી બે ઇસમો એક્ટીવા પરથી ઉતરી એક ઇસમે પિસ્તોલ જેવુ હથીયાર બતાવી એક્ટીવા ઉપર મુકેલ રૂપીયા વાળા બેગની લુટ કરી નાશી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૪/૨૦૧૮ ના ક.૦૦/૧૦ વાગે જે.પી.રોડ પો.સ્ટે ગુનો નોંધાયેલ છે. ગુનાની તપાસ ઇ.પો.ઇ. વિ.આર.ખેર, જે.પી.રોડ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન અકસ્માતના ગુનાઓ :-
૧. નંદેસરી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.-૧૭/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી પ્રવિણભાઇ ચીમનભાઇ પટેલ ઉ.વ.૫૨ ધંધો-નોકરી રહે. કંથારીયાગમ મહાદેવવાળુ ફળિયુ તા.આંકલાવ જી.આણંદ નાઓની ફરીયાદ મુજબ આરોપી એક ટ્રેલર નંબર GJ-12-AT-9983 નો ચાલક જેના નામઠામની ખબર નથી તે તા. ૦૫/૦૪/૨૦૧૮ ના કલાક ૨૦૧૫ વાગે મોજે વડોદરાથી વાસદ તરફ જવાના મહીસાગર નદીના બ્રીજ ઉપર ને.હા.નં.-૮ તા.જી. વડોદરા ખાતે આ કામના એક ટ્રેલર નંબર GJ-12-AT-9983ના ચાલકે પોતાનુ ટ્રેલર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીની પેશન મોટર સાયકલ નંબર GJ-23-AQ-1448ને ટક્કર મારી એકસીડન્ટ કરી ફરીયાદીને માથાના ભાગે તથા ખભાના ભાગે તથા શરીર ઉપર નાની-મોટી ઈજાઓ પહોંચાડી તથા સાહેદ ફરીયાદીની પત્ની મીનાબેનને બંને હાથે તથા પગે તથા પાસળીના ભાગે ફ્રેક્ચર કરી ગંભીર ઈજાઓ પહોચાડી નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે ગુનો તા.૦૬/૦૪/૨૦૧૮ ના કલાક ૨/૫૦ વાગે નંદેસરી પો.સ્ટે. ખાતે નોંધાયેલ છે. જે ગુનાની તપાસ અ.હે.કો. ગુરૂશરણ ચંદુલાલ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. સ્ત્રી અત્યાચારના ગુનાઓ :-
૧. પાણીગેટ પો.સ્ટે. I ગુ,ર.નં-૬૩/૨૦૧૮ IPC કલમ ૪૯૮(અ),૨૯૪, ૫૦૬,૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી દિવ્યા W/O પ્રિયાંક ત્રિવેદી ઉ.વ.૨૫ રહે-૧૨૨ બહાદુરગંજ થાણા દેવાસગેટ જીલ્લા –ઉજ્જૈન નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧)પ્રિયાંક ભાગવતભાઈ ત્રિવેદી રહે-૨૦૭ સ્વર્ણ લક્ષ્મી કોમ્પ્લેક્ષ સ્વામિનારાયણ ગુરૂકુલ પસે ડભોઇ રીંગ રોડ વડોદરા શહેર (૨) ભાગવતભાઈ જશવંતભાઇ ત્રીવેદી રહે –સદર (૩) દિગનાબેન ભાગવતભાઈ ત્રિવેદી રહે –સદર (૪) ચેતાલી ભાગવતભાઈ ત્રિવેદી રહે –સદર નાઓ તા.૦૫/૦૩/૨૦૧૬ થી આજદીન સુધી મોજે-ફરીયાદીની સાસરીમાં ૨૦૭ સ્વર્ણ લક્ષ્મી કોમ્પ્લેક્ષ સ્વામિનારાયણ ગુરૂકુલ પાસે ડભોઇ રીંગ રોડ વડોદરા શહેર ખાતે આ કામના આરોપીઓએ ફરી.બેનને શારીરિક અને માનસીક ત્રાસ આપી નાની નાની વાત પર મેણાટોણા મારી દહેજના રૂપીયા ૪ લાખની માંગણી કરી મારપીટ કરી ઘરમાંથી બહાર કાઢી મુકી ગુનો કર્યા વિગેરે બાબતે ગુનો તા.૦૬/૦૪/૨૦૧૮ ના કલાક -૧૪/૩૦ વાગે પાણીગેટ પો.સ્ટે. ખાતે નોંધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.ડી.મીર પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નર પોલીસ કંટ્રોલરૂમ, વડોદરા શહેર.
પ્રતિ,
સંયુકત માહિતી નિયામક, માહિતી ખાતું, વડોદરા શહેર,વડોદરા.
તંત્રી, તમામ પ્રેસ તરફ, વડોદરા શહેર, વડોદરા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY