ગાંધીનગર,
તા.૬/૪/૨૦૧૮
જીલ્લા કલેક્ટરો સાથે મિલન-મુલાકાત અને બેઠકો કરી બિન અનામત વર્ગો માટેની યોજનાઓની દરખાસ્તો તૈયાર કરશે…!!
રાજ્ય સરકારે બિન અનામત વર્ગો અનામત મુદ્દે હાર્દિક પટેલ સાથે જાડાઇ ફરી આંદોલન ના કરે તે માટે ‘બિન અનામત’વર્ગો માટે રાજ્ય આયોગની રચના કરી છે. પણ આયોગ એટલે ‘દાંત અને નહોર વિનાનો સિંહ’ જે કોઈ પણ બિન અનામત વર્ગોના સભ્યને સીધી લોન જ ન આપી શકે. માત્રને માત્ર યોગ્ય લાગે તો અરજદારની અરજી બાબતે તપાસ કરી ભલામણ જ કરી શકે અને તે સંબંધિત વિભાગને જ મોકલી શકે છે આટલી જ સત્તા તેની પાસે છે.
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલને સરકારને હચમચાવી નાંખી હતી જેમાં પાટીદાર આંદોલન દરમ્યાન વિવિધ બિન અનામત સમાજાનો ટેકો મળતાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારે રૂપાણી સરકારે બિન અનામત વર્ગો માટે રાજ્ય આાયોગની રચના કરી નાંખી છે. પરંતુ આ આયોગ પોસ્ટ ઓફિસના ટપાલીની જેમ માત્ર તમારી અરજી યોગ્ય હોય તેમ લાગે તો જ આગળ જે-તે વિભાગમાં ભલામણ સાથે તમારો પત્ર મોકલશે પણ તમને સીધી જ શિક્ષણ લોન,ધંધાકીય લોન કે અન્ય સહાય નહીં કરી શકે. તેવો ગણગણાટ બિન અનામત વર્ગોમાં શરુ થઈ ગયો છે.
રાજ્ય સરકારે ૫-૧૦-૨૦૧૭ના દિવસે જાહેર કરેલ જાહેરાત અનુસાર બિન અનામત વર્ગો માટે રાજ્ય આયોગની રચના કરી તે સાથે ૧૬ સરકારી કર્મચારી પણ ફાળવી દીધા પણ આયોગનું કાર્ય માત્ર અરજદારની અરજી સ્વીકારી તેને જે-તે વિભાગમાં ફોરવર્ડ કરવાનું જ કાર્ય કરશે. તેને કોઈ પણ પ્રકારની લોન આપવાની કોઈ જ સત્તા આપવામાં આવી નથી તેનો મતલબ દાંત અને નહોર વગરનો સિંહ ગણાય.
આયોગનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્ય પૂરતુ સિમિત રાખવામાં આવ્યું છે. જે બિન અનામત વર્ગોની તકલીફો,મુશ્કેલીઓની તપાસ કરી તેના ઉકેલ માટે ભલામણો કરી શકશે. તેમજ હાંસિયામાં ધકેલાયેલી વ્યક્તઓ કુટુંબોની સામાજીક-આર્થિક સ્થતિનો અભ્યાસ કરી મોજણી કરશે તે સાથે કેન્દ્ર શાસિત રાજ્યોની કલ્યાણકારી નીતિઓનો અભ્યાસ કરી તે સ્વકારવી કે કેમ તેની ભલામણ કરી શકશે. ઉપરાંત સમાજ કલ્યાણને લગતી યોજનાઓનો અભ્યાસ કરી બિન અનામત વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓની દરખાસ્ત તૈયાર કરશે. આ કાર્યો જ તેમના માટે અગત્યના છે.
આયોગ જીલ્લા કલેક્ટરો સાથે અને જે-તે સમાજના આગેવાનો સાથે બેઠકો કરી શકશે. જા કે આયોગનું વડુ મથક ગાંધીનગર જ રહેશે. જ્યારે જે-તે જીલ્લાઓમાં કલેક્ટર કચેરી ખાતે બેઠકો યોજી મિલન મુલાકાત કરશે.
હવે દ્રષ્ટિપાત કરીએ તો રાજ્ય સરકારે અગમદેશી વાપરી આ બિન અનામત વર્ગોના આયોગની રચના કરીને આવા વર્ગોને હાથમાં લોલીપોપ જ પકડાવી દીધી છે. જેમ-જેમ આયોગની સત્તા,તેની કાર્યસીમા,ઉદ્દેશ્યો અને નીતિ જાણ્યા બાદ બિન અનામત વર્ગો ફરી ભડકે તો નવાઈ નહીં. કારણ કે આ આયોગની રચના અને તેની સત્તા સિમિત છે. ટૂંકમાં બિન અનામત વર્ગના સભ્યએ અરજી કર્યા બાદ આયોગ માત્ર ભલામણ જ કરી શકશે. સરકારે બિન અનામત વર્ગોને ખાલી મોટી લોલીપોપ જ આપી છે બાકી કશુંજ નહિ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"