અમે રોનાલ્ડોનો આભાર માનીએ છીએ : ડિફેન્ડર નાચો

0
11

મેડ્રિડ, તા.૧૨
સ્પેનિશ ક્લબ રીયલ મેડ્રિડના ડિફેન્ડર નાચોએ માન્યુ કે પોર્ટુગલના સ્ટાર ફોરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ક્લબ માટે ઘણુ બધુ કર્યુ, જેના કારણે અમે તેના ઋણી છીએ. ગોલ ડોટ કોમના જણાવ્યા મુજબ, રોનાલ્ડો ૨૦૧૮-૧૯ સીઝનની શરુઆત પહેલા સમર ટ્રાંસફર વિંડો દરમિયાન ઈટલીના વર્તમાન ચેમ્પિયન યુવેંટ્‌સમાં સામેલ થયા હતા. નાચોએ કહ્યુ કે, આ અમારા મુશ્કેલ વિષય છે. મેં પહેલા પણ ઘણી વખત કહ્યુ છે કે જા આ અમારા પર થતુ તો અમે રોનાલ્ડોને અમારી ટીમમાં જ રાખતા, કારણકે તે ઘણા વર્ષોથી અમારી સાથે હતા અને તે એક એવા ખેલાડી છે જે અંતર લાવી શકે છે.
તેમણે જણાવ્યુ કે, આવી સ્થિતિમાં જાકે અમે રોનાલ્ડોને લઈને નિરાશ ન થઈ શકીએ કારણકે તેણે જાતે જ જવાનો નિર્ણય કર્યો છે. તેમણે ક્લબ માટે જે કર્યુ તેને લઈને અમે તેનો આભાર માનીએ છીએ. હું રોનાલ્ડોને તેના ભવિષ્ય માટે શુભકામના પાઠવુ છું. મહત્વનુ છે કે રોનાલ્ડોએ થોડા મહિના પહેલા જ રીયલ મેડ્રિડને બાય બાય કહી દીધુ હતુ અને યુવેંટ્‌સમાં સામેલ થયો હતો. રોનાલ્ડો ૯ સીઝન સુધી રીયલ મેડ્રિડ સાથે રહ્યો હતો અને તેમના સભ્ય ચેમ્પિયન્સ લીગ જીતનાર મેડ્રિડની ટીમનો ૪ વખત ભાગ પણ રહ્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY