જૂનાગઢ,તા.૨૮
વંથલી ખાતે હાર્દિક પટેલે આજે ફેસબુક લાઇવના માધ્યમથી લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન હાર્દિકે ૩૧મી ઓક્ટોબરના રોજ જૂનાગઢના વંથલી ખાતે યોજનાર ‘ખેડૂત સત્યાગ્રહ’ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જાડાવવા માટે ખેડૂતોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે હાર્દિકે સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાથી લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. એટલું જ નહીં શનિવારે દિનેશ બાંભણિયા તરફથી લગાવવામાં આવેલા આક્ષેપો અંગે પણ હાર્દિક જવાબ આપ્યો હતો.
પાસના પૂર્વ કન્વિનર અને હાર્દિકના એક સમયના સાથી દિનેશ બાંભણિયાએ લગાવેલા આક્ષેપો અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,આ અંગે મારા કોઈ ખુલાસા આપવાની જરૂર નથી. જ્યારે પણ સત્યના માર્ગે હું કોઈ કાર્યક્રમ કરવા જાવ છું ત્યારે કોઈને કોઈ ષડયંત્ર રચવામાં આવે છે. મારા કાર્યક્રમને ફ્લોપ બનાવવા માટે આ બધા નાટકો થાય છે.
૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જયંતિએ એવું કરવા જઈ રહ્યા છીએ જેના થકી સરદાર સાહેબના વિચારોનું ભારત બને. તેમને ન્યાય મળે. પાસ તા. ૩૧ના રોજ સરદાર સાહેબે નિઝામને ડરાવીને ભગાડીને આઝાદ કરાવ્યું હતું તે જ જૂનાગઢના વંથલી તાલુકામાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપીશું. આ ઐતિહાસિક કાર્યક્રમમાં યશવંતસિંહા અને શત્ર્šÎનસિંહા હાજર રહેશે.
૧૮૨ મીટરની ઊંચી પ્રતિમા મોદી પોતાના સ્વાર્થ માટે બનાવી શકતા હોય તો અમે ૧૦ ફૂટની સરદારની મૂર્તિ બનાવી છે. ખેડૂતોના મુદ્દા સાથે અમે ભેગા થવાના છીએ. ખેડૂતોને મજબૂત બનાવવા માટે અને નિર્દોષ યુવકોને મુક્ત કરાવવાની લડાઈ છે. સરકારની સામે સત્યના માર્ગે કોઈ કાર્યક્રમ થતો હોય ત્યારે તેને તોડવા માટે અનેક ષડયંત્રો થતા હોય છે.
અમે ગુજરાતના ખેડૂતોના હિત અને અધિકારની વાત કરીએ છીએ. સરદારની પ્રતિમા એ વ્યકિતગત સ્વાર્થ સાધવા માટેની પ્રતિમા છે. આ દેશમાં છાતિ કાઢીને ચાલવાનો અધિકાર હોય તો એ એકમાત્રને ખેડૂતને છે. પરંતુ ખેડૂત બહુ દુઃખી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




